મિથુન ચક્રવર્તીને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ, જાણો કોને આપવામાં આવે છે આ એવોર્ડ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આ વર્ષ દિગ્ગજ બોલિવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે. જેની જાહેરાત કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી છે. તેમને નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં સન્માનિત કરવામાં આવશે.

બોલિવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને આ વર્ષ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સોમવારે આ વાતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, મિથુન ચક્રવર્તીને આ એવોર્ડ 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ દરમિયાન આપવામાં આવશે. આ વર્ષે નેશનલ એવોર્ડનું આયોજન 8 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.

અશ્વિની વૈષ્ણવે મિથુન ચક્રવર્તીના નામની જાહેરાત કરતા કહ્યું મિથુન દાની લોકોને પ્રેરણા આપી છે. ભારતીય સિનેમામાં મિથુન ચક્રવર્તીનું યોગદાન માટે દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ તેમણે આ એવોર્ડ આપવાનો નિર્ણય લીધો છો. ગત્ત વર્ષે આ એવોર્ડથી વહીદા રહેમાનને સન્માનિત કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, મિથુન ચક્રવર્તીએ પોતાના ફિલ્મી કરિયરમાં 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે બોલિવુડ સિવાય બંગાળી, ભોજપુરી, તમિલ, ઓડિયા, કન્નડ, તેલુગુ અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. મિથુને પોતાના અભિનય કરિયરની શરુઆત 1977માં ફિલ્મ મૃગયાથી કરી હતી.પહેલી ફિલ્મ માટે મિથુનને બેસ્ટ અભિનેતાનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

મિથુન ચક્રવર્તીનો જન્મ 16 જૂન 1950ના રોજ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં થયો હતો. જન્મ થયા બાદ તેનું નામ ગૌરંગ ચક્રવર્તી રાખવામાં આવ્યું હતુ. ફિલ્મોમાં 4 દશકથી વધુથી એક્ટિવ મિથુન રાજનીતિમાં હાથ અજમાવી ચૂક્યા છે. હાલમાં તે ભારતીય જનતા પાર્ટીમાં છે. આ પહેલા તે ટીએમસી દ્વારા રાજ્યસભાના સાંસદ પણ રહ્યા છે.

દાદાસાહેબ ફાળકે એવોર્ડ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. જે એક વાર્ષિક એવોર્ડ છે. જે કોઈ વ્યક્તિ વિશેષને ભારતીય સિનેમામાં તેના આજીવન યોગદાન માટે આપવામાં આવે છે.