ADVERTISEMENT
ADVERTISEMENT

છૂટાછેડાના સમાચાર વચ્ચે, ઐશ્વર્યા-અભિષેકનો IIFAમાં ડાન્સ વીડિયો વાયરલ, એક્ટરે પત્ની અને દીકરી પર લુટાવ્યો પ્રેમ

IIFA એવોર્ડ્સ દરમિયાન અભિષેક બચ્ચનનો એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ઐશ્વર્યા અને આરાધ્યા સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. IIFAનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

IIFA એવોર્ડ્સ દરમિયાન અભિષેક બચ્ચનનો એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ઐશ્વર્યા અને આરાધ્યા સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. IIFAનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, જેને જોઈને લોકો બચ્ચન પરિવારના આ ફેમસ કપલના વખાણ કરી રહ્યા છે.

આ એવોર્ડ શો યાસ આઇલેન્ડ, અબુ ધાબીમાં પણ યોજાયો હતો જ્યાં અભિષેક બચ્ચન સ્ટેજ પરથી નીચે ઉતરીને પત્ની અને દીકરીના સામે ડાન્સ કરી રહ્યો છે જ્યા નીચે બેઠા બેઠા અભિષેકની સાથે ઐશ્વર્યા પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે.

અભિષેક બચ્ચનનો ઐશ્વર્યા સાથે ડાન્સ

ADVERTISEMENT
ADVERTISEMENT

IIFA એવોર્ડ્સ એ સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ છે જ્યાં સ્ટાર્સને તેમના કામ માટે સન્માનિત કરવામાં આવે છે. આ દરમિયાન અભિષેક બચ્ચનનો જે વીડિયો વાયરલ થયો છે તે આ વર્ષનો નથી પણ જૂનો છે. મળતી માહિતી મુજબ IIFA 2022નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેકને તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે ડાન્સ કરતા જોઈ શકો છો, તે પરફોર્મન્સની વચ્ચે સ્ટેજ છોડીને ત્યાં ધમાલ મચાવતો જોવા મળે છે. વીડિયોમાં અભિષેક દર્શકોની વચ્ચે પરફોર્મ કરતો જોઈ શકાય છે. દર્શકો પણ બચ્ચન પરિવાર માટે ચીયર કરતા જોવા મળે છે. આઇફાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અભિષેકના પ્રદર્શનનો વીડિયો પણ શેર કર્યો હતો.

ADVERTISEMENT
ADVERTISEMENT