પનીર પુરી
એક બાઉલમાં લોટ, રવો, જીરું, ધાણા પાવડર, ગરમ મસાલો અને મીઠું મિક્સ કરો.
તેમાં છીણેલું પનીર અને લીલા મરચા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
પસંદ મુજબ કોથમીર પણ નાખી શકો છો.
ધીમે ધીમે પાણી ઉમેરીને લોટ બાંધો.
લોટને ઢાંકીને 15-20 મિનિટ રહેવા દો.
તેલ ગરમ કરો અને કણકની નાની પુરીઓ વાળી લો.
મગ દાળ પુરી રેસીપી:
મગની દાળને 1-2 કલાક પલાળી રાખો, પછી પાણી નિતારી લો અને તેને બરછટ પીસી લો.
એક વાસણમાં લોટ, મીઠું, જીરું, આદુ અને લીલા મરચાં, કોથેમીર નાખીને પૂરણ બનાવો.
હવે પાણી વડે લોટ ભેળવીને નરમ લોટ તૈયાર કરો.
તેને નાની લૂઆથી પૂરી વળી લો અને તેમાં પૂરણ ઉમેરોને ફરીથી વળી લો.
એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરો અને પુરીને સોનેરી થાય ત્યાં સુધી તળો.