શુક્રને ધન, વૈભવ, ભૌતિક સુખનો દાતા માનવામાં આવે છે. સંબંધ, પ્રેમ, સેક્સ, પૈસા, લક્ઝરી બધું શુક્ર ગ્રહથી મળે છે. જે જાતકોની કુંડળીમાં શુક્ર ઉચ્ચ રાશિ(મીન)માં હોય અથવા સ્વરાશિ(વૃષભ અને તુલા) તેઓ જીવનમાં બધા પ્રકારના સુખ ભોગવે છે. એમના જીવનમાં આ વસ્તુઓની ક્યારેય કમી થતી નથી. આ જાતકોના સંબંધ મજબૂત હોય છે અને પ્રેમ સંબંધોમાં પણ હંમેશા પ્રગતિ થાય છે.
ત્યારે જો શુક્ર તમારી નીચ રાશિ(કન્યા)માં હોય અથવા પાપ પીડિત હોય, કુંડળીમાં શુક્ર અસ્ત હોય તો ધન, પ્રેમ, વૈભવ, સુખના મામલામાં આ લોકો અનલકી હોય છે.
જો શુક્ર ગ્રહ દૂષિત હોય અથવા પાપથી પીડિત હોય, નીચ રાશિમાં અથવા વ્યક્તિની કુંડળીમાં અસ્ત હોય તો વ્યક્તિને ગુપ્તાંગ સંબંધિત અનેક રોગોનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, આ ગ્રહ અન્ય અનેક પ્રકારના રોગોને પણ જન્મ આપે છે, જેમ કે ટીબી, આંખના રોગો, હિસ્ટીરિયા, પેશાબ સંબંધી રોગો, ધાતુ ક્ષય, સારણગાંઠ, કિડની વગેરેની સમસ્યા સ્ત્રીઓમાં પણ થઈ શકે છે.
શુ થાય જ્યારે શુક્ર અસ્ત હોય?
જ્યારે શુક્ર અસ્ત થાય છે ત્યારે તેની શુભ અસર ઓછી થવા લાગે છે. વ્યક્તિના લગ્નમાં અવરોધો આવે છે. વિવાહિત જીવનમાંથી ખુશીઓ જતી રહે છે અને પ્રેમ સંબંધમાં સફળતા મળતી નથી. આર્થિક નુકસાનની શક્યતાઓ વધી જાય છે. વ્યક્તિને સારા કપડાં, મેક-અપ, પરફ્યુમ, સારી હેરસ્ટાઇલનો બિલકુલ શોખ રહેતો નથી, તમારે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રાખવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે.
અસ્ત શુક્ર માટેના ઉપાય
કુંડળીમાં શુક્ર અસ્ત થવાના સંજોગોમાં શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓ જેવી કે દહીં, ખાંડ, સફેદ વસ્ત્ર, દૂધ, નારિયેળ, સાબુદાણા, મખણા, ચોખા વગેરેનું દાન કરો. શુક્ર ગ્રહને બળવાન બનાવવા માટે શુક્રવારે 12 વર્ષથી ઓછી ઉંમરની કન્યાઓને ખીર ખવડાવો અને તેજસ્વી રંગના વસ્ત્રો પહેરો. ઓમ દ્રાં દ્રીં સ: શુક્રાય નમઃ નો નિયમિત જાપ કરો.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)