ડુંગળી-બટાકા પણ હોઈ શકે છે તમારી આર્થિક તંગીનું કારણ, જાણી લો આ વાસ્તુ નિયમો

ઘરના કિચનમાં હાજર એનર્જીનો પ્રભાવ ઘરની અન્ય જગ્યા અને પરિવારના સભ્યો પર પણ પડે છે. કિચનની એનર્જી ઘરમાં બરકત લાવે છે. આ જ કારણ છે કે, ભારતીય વાસ્તુ શાસ્ત્રમાં કિચન સબંધિત નિયમો વિસ્તારથી સમજાવવામાં આવ્યા છે. ઘણી વખત આપણે કિચનમાં એવી ભૂલો કરી દઈએ છીએ જે આર્થિક તંગીનું કારણ બની શકે છે. એટલા માટે અમુક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે.

જો તમે ધન સંકટથી પરેશાન છો, તો એનું કારણ કિચનમાં થઈ રહેલ અમુક ભૂલો હોઈ શકે છે. જો તમે આ વાતોની અવગણના કરી રહ્યા છો તો નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ આ ભૂલો કઈ છે?

આ વાતોથી નારાજ થાય છે માતા લક્ષ્‍મી

હિન્દુ ઘરોમાં રસોડાને પૂજા રૂમ, લિવિંગ રૂમ, બેડરૂમ વગેરે જેટલું જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રસોડામાં રાખવામાં આવેલી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. કેટલાક લોકોને ખાદ્ય ચીજવસ્તુઓ જેવી કે કરિયાણા, બટાકા, ડુંગળી, લીલા શાકભાજી, ફળો અને અન્ય વસ્તુઓ ખરીદવાની આદત હોય છે, પરંતુ વધુ ખાતા નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં બગડેલું ભોજન નકારાત્મક ઊર્જાનું પ્રતીક છે.

આ નાણાકીય નુકસાન અને બરબાદીના સંકેત માનવામાં આવે છે. જ્યારે આપણે કરિયાણા અને શાકભાજી ખરીદીએ છીએ, ત્યારે આપણે તેમાં પૈસા રોકીએ છીએ. જો આ ખરાબ થાય છે, તો તેનો અર્થ એ છે કે આપણું રોકાણ વ્યર્થ ગયું છે. તેનાથી માત્ર દેવી અન્નપૂર્ણા જ નહીં પરંતુ માતા લક્ષ્‍મી અને ભગવાન કુબેર પણ નારાજ થાય છે. જો આવું વારંવાર અને લાંબા સમય સુધી થાય તો ઘરમાં ગરીબી પણ આવી શકે છે.

નાની ભૂલ મોંઘી સાબિત થઈ શકે

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું ધન અને સમૃદ્ધિનું પ્રતિક છે. અહીં એક નાની ભૂલ પણ આપણા જીવન પર મોટી અસર કરી શકે છે. આ કારણે બટાકા, ડુંગળી, લીલા શાકભાજી, ફળો અથવા અન્ય ખાદ્યપદાર્થો થોડા દિવસોમાં સડી જાય છે અને રસોડામાં પડી રહે છે. વાસ્તુ અનુસાર જો આ સ્થિતિ તમારા રસોડામાં બની રહી છે તો ઘરમાં આર્થિક સંકટ પ્રવેશી શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં બટાકા, લીલા શાકભાજી વગેરેની આવી ખરાબ સ્થિતિ ઘરમાં નકારાત્મકતા લાવે છે. આવા ઘરમાં દેવી લક્ષ્‍મીનો પણ વાસ થતો નથી. વ્યક્તિને એ પણ ખબર પડતી હોતી નથી કે તેને સતત આર્થિક નુકસાન કેમ થઈ રહ્યું છે.

કિચનમાં ન કરવી આ ભૂલો

વાસ્તુ અનુસાર કિચનને ઘરની સંપત્તિનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીંની સ્વચ્છતાની સીધી અસર ઘરની આર્થિક સ્થિતિ પર પડે છે. ઘણા લોકો રાત્રે રસોડામાં વાસણો છોડી દે છે અને સવાર સુધી એટલે કે બીજા દિવસ સુધી આ જ હાલતમાં જ રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યોદય સમયે ઘરમાં ગંદા વાસણો ન રાખવા જોઈએ. આવું કરવું પણ યોગ્ય માનવામાં આવતું નથી. જેના કારણે ઘરમાં પૈસાની તંગી આવી શકે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)