ADVERTISEMENT
ADVERTISEMENT

SRK, તમારા જેવું કોઈ નથી, ક્યારેય હશે પણ નહીં

આઇફા અવૉર્ડ્સનું હોસ્ટિંગ વિકી કૌશલ અને શાહરુખ ખાને સાથે કર્યું હતું. ઇવેન્ટના જુદા-જુદા વિડિયોઝ સોશ્યલ મીડિયા પર ફરી રહ્યા છે. શાહરુખ ખાન તથા વિકી કૌશલના ચાહકો એને પસંદ કરી રહ્યા છે, એવામાં શાહરુખની ‘ડુપ્લિકેટ’ ફિલ્મના ‘મેરે મેહબૂબ મેરે સનમ’ ગીત પર શાહરુખ અને વિકી થિરકતા દેખાય છે એ ક્લિપ ચાહકોને ખૂબ પસંદ પડી છે.

આ ગીત શૅર કરીને વિકીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ‘મેમરી ફૉર અ લાઇફટાઇમ!’ ગીતના અંતે તે શાહરુખ ખાનને ભેટે છે અને શાહરુખ તેને કપાળ પર કિસ કરે છે.

આ ફોટો મૂકીને વિકી કૌશલે લખ્યું હતું, ‘નાનપણથી તેમને સ્ટેજ પર હોસ્ટ કરતા અને પર્ફોર્મન્સ કરીને જાદુ કરતા જોયા છે. તેમની સાથે સ્ટેજ શૅર કરીને એ જાદુના એક ભાગ બનીને જાણે મેં ઘણાં સપનાં જીવી લીધાં! થૅન્ક યુ SRK. તમારા જેવું કોઈ નથી. ક્યારેય નહીં થઈ શકે. ધેર્સ નો વન લાઇક યુ. ધેર નેવર વિલ બી.’

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT