ADVERTISEMENT
ADVERTISEMENT

બોર્ડર 2ના વોર સિક્વન્સના શૂટિંગ માટે હોલીવુડ એક્શન ડિરેકટરની એન્ટ્રી

 ‘ગદર 2’થી જોરદાર કમબેક કર્યા બાદ સની દેઓલ હવે ‘બોર્ડર 2’થી સિનેમાઘરોમાં ધૂમ મચાવનાર છે. 1997માં રિલીઝ થયેલી મલ્ટિસ્ટારર ફિલ્મ ‘બોર્ડર’ સની દેઓલની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મોમાંથી એક છે. જેપી દત્તા હવે આ ફિલ્મની સિક્વલ બનાવી રહ્યા છે. ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત વરુણ ધવન અને દિલજીત દોસાંજની પણ એન્ટ્રી થઈ છે. આવનારા દિવસોમાં આ ફિલ્મના લોન્ચિંગ ઈવેન્ટમાં સંપૂર્ણ કાસ્ટ અને કોણ ક્યા રોલમાં જોવા મળશે તેની માહિતી આપવામાં આવશે.

હવે એવું બહાર આવ્યું છે કે આ ફિલ્મની વોર સિક્વન્સ હોલીવુડના પીઢ એક્શન ડિરેક્ટર દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવશે. બોર્ડરનું નિર્દેશન જેપી દત્તાએ કર્યું હતું, પરંતુ તેના બીજા ભાગના નિર્દેશનની જવાબદારી અનુરાગ સિંહને સોંપવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે 25 નવેમ્બરથી શરૂ થવાનું છે. મિડ ડેએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે મેકર્સ પાંચ મહિના એટલે કે નવેમ્બર 2024થી માર્ચ 2025 સુધી સતત શૂટિંગ કરશે.

ADVERTISEMENT
ADVERTISEMENT

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મેકર્સે જમ્મુ અને કાશ્મીરમાં વોર સિક્વન્સના શૂટિંગ માટે બે લોકેશન ફાઈનલ કર્યા છે. જોકે, હજુ સુધી ભારતીય સેનાએ લોકેશન માટે અંતિમ મંજૂરી આપી નથી. સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હોલીવુડના એક્શન ડિરેક્ટર નિક પોવેલ આ ફિલ્મની વોર સિક્વન્સનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. નિક અગાઉ એસએસ રાજામૌલીની આરઆરઆર સાથે પણ સંકળાયેલો હતો. તેણે 1999ની ધ મમી, 2002ની ધ બોર્ન આઈડેન્ટિટી અને 2003ની ‘ધ લાસ્ટ સમુરાઈ’ જેવી ફિલ્મોમાં એક્શન કોરિયોગ્રાફ કર્યું છે. બોર્ડર 2નું શૂટિંગ યુદ્ધની સિક્વન્સના શૂટિંગ સાથે શરૂ થશે. કહેવામાં આવી રહ્યું છે કે સની દેઓલ, વરુણ ધવન અને દિલજીત દોસાંઝ ભારે હથિયારો અને દારૂગોળો સાથે શૂટિંગ કરશે. તેનું પ્રથમ શેડ્યૂલ જમ્મુ-કાશ્મીરમાં ફિલ્માવવામાં આવશે. આ પછી, ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં રાજસ્થાન અને પછી ઉત્તર પ્રદેશમાં થશે.

ADVERTISEMENT
ADVERTISEMENT