બ્રેડ પકોડાનું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. તેમાય વરસાદી સિઝનમાં જો ગરમા ગરમ પકોડા હોય તો કહેવું જ શું.
- બ્રેડ પકોડા બનાવવાની સામગ્રી
- બાફેલા બટેકા,
- કાળા મરી પાઉડર,
- ચીલી ફ્લેક્સ,
- કોથમરી,
- માયોનીઝ,
- ટોમેટો કેચપ,
- બ્રેડ,
- ચણાનો લોટ,
- કોર્ન ફ્લોર ,
- આદુ-લસણની પેસ્ટ,
- મીઠું,
- બેકિંગ સોડા,
- તેલ.
બ્રેડ પકોડા બનાવવાની રીત
સ્ટેપ-1
સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટાને મેશ કરી લો.
સ્ટેપ-2
હવે તેમાં તમામ સામગ્રી ઉમેરીને મિક્સ કરી લો.
સ્ટેપ-3
હવે બ્રેડની કિનારીઓ છરી વડે કટ કરીને બ્રેડ પર તૈયાર કરેલ મિશ્રણ લગાવીને તેની ઉપર બીજી બ્રેડ મૂકી છરી વડે બે ભાગ કરી લો.
સ્ટેપ-4
હવે એક બાઉલમાં ચણાનો લોટ,કોર્ન ફ્લોર, આદુ-લસણની પેસ્ટ, કોથમરી, મીઠું, બેકિંગ સોડા, પાણી ઉમેરીને થીક બેટર બનાવી લો.
સ્ટેપ-5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને બેટરમાં બ્રેડના ટુકડા કોટ કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી લો. તૈયાર છે ક્રિસ્પી પકોડા તમે ચા સાથે સર્વ કરી શકો છો.