ADVERTISEMENT
ADVERTISEMENT

Mohammed Shamiને લાગ્યો મોટો ઝટકો, કમબેક માટે જોવી પડશે રાહ

ભારતીય ટીમના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી ODI વર્લ્ડકપ 2023થી ટીમ ઈન્ડિયાની બહાર છે. ઘૂંટણની ઈજાને કારણે શમી નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સાથે યોજાનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા શમી સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે અને ટીમ ઈન્ડિયામાં પરત ફરશે તેવી ચાહકોને આશા હતી પરંતુ હવે ફરી એકવાર ચાહકોની આશાને મોટો ઝટકો લાગ્યો છે.

રિહેબ દરમિયાન ઈજાગ્રસ્ત થયો શમી

અહેવાલો અનુસાર મોહમ્મદ શમી ફરી એકવાર NCAમાં રિહેબ પ્રક્રિયા દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. જેના કારણે શમીના ઘૂંટણમાં સોજો આવી ગયો છે. જેના કારણે શમીની વાપસીમાં વધુ વિલંબ થઈ શકે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શમી હવે 6 થી 8 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે. આનો અર્થ એ થયો કે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં શમીના રમવા પર વધુ શંકા જોવા મળી રહી છે.

ઘૂંટણમાં થઈ ઈજા

ADVERTISEMENT
ADVERTISEMENT

મોહમ્મદ શમીની તાજેતરની ઈજા પર સુત્રએ જણાવ્યું હતુ કે શમીના ઘૂંટણની ઈજા ફરી એકવાર સામે આવી છે. BCCIની મેડિકલ ટીમ તેની ઈજાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને શમીની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. શમીને પરત ફરવામાં થોડો સમય લાગી શકે છે. બીજી તરફ શમીએ બોલિંગ શરૂ કરી દીધી છે અને તે કમબેક કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે.

શમીની ક્રિકેટ કારકિર્દી

ADVERTISEMENT
ADVERTISEMENT

મોહમ્મદ શમીએ ટીમ ઈન્ડિયા માટે 64 ટેસ્ટ, 101 વનડે અને 23 ટી-20 મેચ રમી છે. શમીએ ભારત માટે 64 ટેસ્ટ મેચમાં 229 વિકેટ લીધી છે. આ સિવાય તેણે વનડેમાં 195 અને ટી20માં 23 વિકેટ ઝડપી છે. શમીએ વનડે વર્લ્ડ કપ 2023માં શાનદાર બોલિંગ કરી હતી. શમી આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. શમીએ વર્લ્ડકપમાં 24 વિકેટ લીધી હતી.