ADVERTISEMENT
ADVERTISEMENT

ચુપ રહો – ખુશ રહો ||😜😅😝😂🤪🤣

પત્નીએ પિયરીયાનું એક ગ્રુપ બનાવ્યું તું,
જ્યારે કોઈ તકલીફ પડે તો ત્યાં મેસેજ મૂકતી !
મેસેજ મૂક્યા બાદની પ્રતિક્રિયાઓ…
ભાઈ: બેન તું લગીરે ય ચિંતા ના કરતી તારો ભાઈ હજુ જીવે છે,
ઢીંઢાજ ભાંગી નાખીશ એ નાલાયકના.
માં: મારી ફૂલ જેવી દીકરીને ક્યાં આવા હરામખોર સાથે પરણાવી.
બહેન: જીજાજી તો પહેલેથી જ હલકટ હતા,
હું તો જાણતી જ હતી.
બાપ: તું ઘરે આવી જા પાછી,
બાદમાં જોઈ લઈએ છીએ એને ઘણા રસ્તા છે મારી પાસે.
પણ ભાભીએ જુદું લખ્યું
ભાભી: આ બધું તો ચાલતું રે નણંદ બેન,
આમ જોવો તો તમારા ભાઈ પણ ક્યાં ઓછા છે…
😜😅😝😂🤪🤣

એક ભાઈના નવા જ લગ્ન થયેલા,
પત્ની પ્રથમ વખત રસોડામાં પ્રવેશી અને રસોઈ બનાવતી હતી..
અચાનક ભાઈને યાદ આવ્યું કે
રોટલી બનાવવાનાં પાટલાનો અવાજ કેમ નથી આવતો?
કારણ કે લગ્ન પહેલાં તે રસોઈ બનાવતો.
તેને ખબર હતી કે પાટલાનો એક પગ ટૂંકો હોવાને કારણે
રોટલી વણતી વખતે કાયમ પાટલાનો ટક ટક અવાજ આવતો..
રસોડામાં પ્રવેશતાની સાથે જ ભાઈએ જોયું
તો પત્ની આરામથી રોટલી બનાવી રહી હતી અને
પાટલાના ત્રણેય પગા અલગ પડયા હતા..
ભાઈએ પત્ની ને પૂછ્યું.. ” તેં આ શું કર્યું ? ”
પત્ની : પાટલો સીધો નહોતો રહેતો અને ટક ટક કરતો હતો,
તેથી મેં ત્રણેય પગા તોડી નાખ્યા..
આ મારી સ્ટાઇલ છે.. “મને ટક ટક બિલકુલ પસંદ નથી”..
બસ એ દિ ને આજની ઘડી.. ભાઈ સમજી ગયા..
આપણી પાસે તો બે જ પગ છે… || ચુપ રહો – ખુશ રહો ||
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT