નતાશા અને હાર્દિક પંડ્યા કાયમ માટે અલગ થઈ ગયા છે. બંને 4 વર્ષ પહેલા એકબીજાના પ્રેમમાં પાગલ હતા અને 4 વર્ષ બાદ બંનેના સંબંધોમાં તિરાડ આવી અને તેઓ કાયમ માટે અલગ થઈ ગયા. ઘણીવાર એવું કહેવામાં આવ્યું કે નતાશા હાર્દિકને ખૂબ પ્રેમ કરતી હતી, બંને એકબીજા વગર રહી શકતા ન હતા, પરંતુ અચાનક શું થયું કે એક સુંદર સંબંધનો અંત આવી ગયો. છૂટાછેડા પછી નતાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ થઈ ગઈ છે.
તે લગભગ દરરોજ પોસ્ટ શેર કરતી રહે છે.
આવી સ્થિતિમાં તેણે હાલમાં જે પોસ્ટ શેર કરી છે તેના વિશે તેના ચાહકોને કંઈ સમજાઇ રહ્યુ નથી. આમાં નતાશા પ્રેમ અને જરૂરિયાત વિશે વાત કરી રહી છે. તેના ચાહકોનું કહેવું છે કે નતાશાના છૂટાછેડાને લગભગ 70 દિવસ થઈ ગયા છે અને તે હજુ પણ હાર્દિકની ગેરહાજરી અનુભવે છે. તે હાર્દિકને એટલો પ્રેમ કરતી હતી કે છૂટાછેડા પછી પણ તેની યાદોમાં માત્ર હાર્દિક પંડ્યા જ છે. તે હાર્દિકથી છૂટાછેડા લેવાનું કારણ સ્પષ્ટપણે જણાવતી નથી, પરંતુ ઘણી વખત તે દિલ તૂટવાથી લઈને વિશ્વાસઘાત સુધીની વાત પોસ્ટ દ્વારા કરતી રહે છે.
આ સ્પષ્ટપણે દર્શાવે છે કે નતાશા સંપૂર્ણપણે તૂટી ગઈ છે. તેને તેના પતિ હાર્દિક તરફથી મોટો દગો મળ્યો છે જેને તે ઈચ્છે તો પણ ભૂલી શકતી નથી. ઘણી વખત લગ્ન તૂટવાનું દર્દ પણ તેની પોસ્ટમાં જોવા મળે છે. તેણે આ ઘણી વખત કહ્યું છે કે તે માત્ર ભગવાન પર વિશ્વાસ કરે છે. આવી સ્થિતિમાં નતાશાએ એક સ્ટોરી પોસ્ટ કરી જેમાં તેણે પોતાની મિરર સેલ્ફી અપલોડ કરી છે અને બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે.
આ ગીતના બોલ છે ‘મુજે તુમ્હારી જરૂરત હે, જેસે સૂરજ કી રોશની કો છાયા કી જરૂરત હોતી હૈ. મુજે તુમ્હારી જરૂરત હૈ જેસે મેરે શરીર મેં ધડકતી હુઇ દિલ કી ધડકન હોતી હૈ લેકિન મુજે તુમ્હારી ઇસસે ઝ્યાદા જરૂરત હૈ. મુજે તુમ્હારી જરૂરત હૈ જેસે એક બીમાર આદમી કો એક ડોક્ટર કી જરૂરત હોતી હૈ. મુજે તુમ્હારી જરૂરત હૈ જેસે એક મિશન પર લગે એક જદ્દોજહદ કરને વાલે આદમી કી હોતી હૈ. મુજે તુમ્હારી બહુત જરૂરત હૈ.’
સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે નતાશા જ્યાં પણ રહે પછી તે ભારતમાં હોય કે વિદેશમાં, તે હંમેશા હાર્દિકને યાદ કરશે. આજે પણ નતાશાને દરેક પગલે હાર્દિકની જરૂર છે. તે આજે પણ તેને પ્રેમ કરે છે. જ્યારે બીજાએ લખ્યું, ‘નતાશા, તમે અને હાર્દિક એકબીજા માટે નથી બન્યા, હવે તમારે આ સમજવું પડશે.’ અન્ય એકે લખ્યું, ‘હાર્દિક હવે તેની નવી ગર્લફ્રેન્ડથી ખુશ છે અને તમારે પણ તમારા ભવિષ્ય પર ધ્યાન આપવું જોઈએ.’