ADVERTISEMENT
ADVERTISEMENT

MS Dhoni: ‘મુક્કો મારીને…’ જ્યારે કેપ્ટન કૂલને આવ્યો ગુસ્સો!, ભજ્જીએ કર્યો ખુલાસો

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ અને સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ખૂબ જ શાંત દેખાતા હતા, જેના માટે તેને ‘કેપ્ટન કૂલ’ પણ કહેવામાં આવતું હતું, પરંતુ કેટલીકવાર ધોનીનો ગુસ્સો પણ જોવા મળ્યો હતો. એકવાર IPLમાં CSK અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમિયાન ધોની ગુસ્સામાં મેદાનમાં આવ્યો હતો.

મુક્કો મારીને સ્ક્રીન તોડી નાખી

IPL 2024 માં, એલિમિનેટર મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આરસીબીએ આ રોમાંચક મેચ જીતી હતી. જે બાદ એમએસ ધોની ડ્રેસિંગ રૂમ તરફ જતા સમયે મુક્કો મારીને સ્ક્રીન તોડી નાખી હતી.

હરભજન સિંહે કર્યો મોટો ખુલાસો

ADVERTISEMENT
ADVERTISEMENT

આ મામલાને લઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ સ્પિનર ​​હરભજન સિંહે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે જ્યારે RCB મેચ જીત્યા બાદ સેલિબ્રેશન કરી રહ્યું હતું ત્યારે CSK ટીમ તેમની સાથે હાથ મળાવવા માટે ઊભી હતી. પરંતુ આરસીબીને હાથ મળાવવા પહોંચવામાં મોડું થયું હતું. જેથી ધોની હાથ મિલાવ્યા વગર ડ્રેસિંગ રૂમમાં ગયો હતો, આ દરમિયાન ધોનીએ ગુસ્સામાં મુક્કો મારીને સ્ક્રીન તોડી નાખી હતી.

ઘટના શું બની હતી?

ADVERTISEMENT
ADVERTISEMENT

IPL 2024ની આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ 5 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. જે બાદ CSKને જીતવા માટે 219 રનનો ટાર્ગેટ હતો. જેના જવાબમાં CSKની ટીમ માત્ર 191 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ધોનીએ 13 બોલમાં 25 રનની ઇનિંગ રમી હતી. જોકે તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. આ મેચની હાર સાથે CSKની ટીમ IPL 2024માંથી બહાર થઈ ગઈ હતી.