ADVERTISEMENT
ADVERTISEMENT

માર્ટિન ગપ્ટિલનો ધુંઆધાર શતક, 242.59 ના સ્ટ્રાઈક રેટથી 11 સિક્સર અને 9 ફોર ફટકારી

કોણાર્ક સૂર્યાસ ઓડિશા અને સાઉથર્ન સુપરસ્ટાર્સ વચ્ચે લીજેડ્સ લીગ 2024 ની 12 મી મેચ યોજાઈ હતી. જેમાં ન્યુઝીલેન્ડના પૂર્વ સલામી બેટ્સમેન માર્ટિન ગપ્ટિલે ઈરફાન પઠાણની કોણાર્ક સૂર્યાસ ઓડિશાના બોલરોને એવી ધૂળ ચટાડી કે તેઓ લાંબો સમય યાદ રાખશે.

કોણાર્ક સૂર્યાસ ઓડિશાના ટાર્ગેટને 10 ઓવરમાં પાર કરી લીધો

ઈરફાન પઠાણની કોણાર્ક સુર્યાશ ઓડિશાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 9 વિકેટે 192 રન બનાવ્યા હતા.

ADVERTISEMENT
ADVERTISEMENT

જેમાં સલામી બેટ્સમેન રિચર્ડ લેવીએ 21 બોલમાં 63 રનોનો ઢગલો કરી દીધો હતો. જો કે આ ટાર્ગેટને સાઉથર્ન સુપર સ્ટાર્સના માર્ટિન ગપ્ટિલે ઘણો નાનો બનાવી દીધો. 10 ઓવરમાં 2 વિકેટ સાથે તેમણે આ ટાર્ગેટને પાર કરી લીધો હતો.

ADVERTISEMENT
ADVERTISEMENT