સોનુ પલક સિધવાનીએ ‘તારક મહેતા’ શોને કહ્યુ અલવિદા, શુટના છેલ્લા દિવસે પલકે જેઠાલાલને લગાવ્યા ગળે તો અંજલી ભાભી પર વરસાવ્યો પ્રેમ

સોનુ ભીડે ઉર્ફે પલક સિધવાનીએ લોકપ્રિય ટીવી સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી દીધો છે. વાસ્તવમાં, તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે નિર્માતાઓને જાણ કર્યા વિના, પલક એ કંઈક એવું શૂટ કર્યું જેના માટે તે એલીજિબલ નથી. નિર્માતાઓએ પલકને શો છોડવા કહ્યું. જો કે તે સમયે પલકને આ સમગ્ર ઘટના વિશે કોઈ જાણકારી નહોતી.

બાદમાં જ્યારે પલકે શોના નિર્માતા અસિત કુમાર મોદી સાથે વાત કરી તો સમાચાર આવવા લાગ્યા કે અભિનેત્રી શો છોડી દેશે.

ત્યારબાદ પલકે મીડિયા સાથે વાત કરતા નિર્માતાઓ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા. તેણે કહ્યું કે તેઓ તેનું માનસિક શોષણ કરી રહ્યા હતા. તેના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. જો કે હવે આખરે પલકે શો છોડી દીધો છે. તેણે શોમાં તેનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો.

આ સાથે તેણે ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો અને વીડિયો સાથે એક ખાસ પોસ્ટ શેર કરી, જે તેણે તેના સહ કલાકારોને સમર્પિત કરી છે. પલકે દિલીપ જોશી, આત્મારામ ભીડે અને ટપુ સેના સહિત શોના કલાકારો સાથેના ફોટા શેર કર્યા છે. પલક એ પોસ્ટમાં લખ્યું- સેટ પર મારો છેલ્લો દિવસ હતો અને મેં મારા ભાગનું શૂટિંગ પૂરું કર્યું. છેલ્લા 5 વર્ષની મારી મહેનત અને સમર્પણને લઈને હું અહીંથી જઈ રહી છું.

મારી આ સફરમાં મને દર્શકો તરફથી મળેલા પ્રેમ અને સમર્થન માટે હું આભારી છું. હું મારી જાતને આ સફર માટે ભાગ્યશાળી માનું છું. મેં અદ્ભુત લોકો સાથે કામ કર્યું છે, જેમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું અને કરવાનું મળ્યું. મેં માત્ર મારા સહ-કલાકારો પાસેથી જ નહીં, પણ પડદા પાછળ રહેલા લોકો પાસેથી પણ શીખ્યુ. સ્પોટ ટીમના લોકોથી, હેરસ્ટાઇલિસ્ટથી, મેકઅપ ટીમ અને બધાથી કંઇના કંઇ શીખ્યુ છે.

અમારુ ગુડબાય ઘણુ ઇમોશનલ હતુ, કેટલાક લોકોની આંખોો નમ થઇ ગઇ હતી. એક ટીમના રૂપમાં અમે બનાવેલી મેમરીઝને હું સંજોગીને રાખીશ. હું હવે થોડા સમય માટે બ્રેક લઇશ, જેનાથી નોર્મલ લાઇફમાં પાછી આવી શકું. રિલેક્શ કરીશ અને પોતાને રિચાર્જ પણ, જેનાથી હું વધારે સ્ટ્રોંગ બની બીજીવાર વાપસી કરીશ. હું મારી લાઇફના બીજા ચેપ્ટર માટે તૈયાર છું.

એક એક્ટર તરીકે, સેટ પર આવવાનો મતલબ હોય છે, બધી વસ્તુઓને સાઇડ રાખી પોતાનું પરફોર્મન્સ આપવું અને બેસ્ટ આપવું. મેં પોતાના ફાઇનટ શૂટ સુધી આ ડેડીકેશન રાખ્યુ છે. છેલ્લી વાર તમે શોમાં મારુ ડાંસ પરફોર્મન્સ જોશો, જેના માટે હું ઘણી એકાસાઇટેડ છું.’ જણાવી દઇએ કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું પાત્ર ભજવનાર પલક સિધવાનીએ નિર્માતાઓ પર માનસિક ઉત્પીડન અને ટોર્ચરનો આરોપ લગાવીને હેડલાઇન્સ બનાવી હતી.

અભિનેત્રીએ દાવો કર્યો હતો કે તે ઘણીવાર તેના મેક-અપ રૂમમાં રડતી હતી. પ્રોડક્શન ટીમ તેને 30 મિનિટના શોટ માટે 12 કલાક સેટ પર બેસાડતી હતી. જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓએ પલકને તેના કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરવા બદલ લીગલ નોટિસ પાઠવી હતી.

અહેવાલો અનુસાર, નોટિસે તેના ઘણા કરાર તોડી નાખ્યા છે. તેના પર પ્રતિક્રિયા આપતા, પલકએ નિર્માતાઓ પર તેના રાજીનામાની મંજૂરીમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો. તેણે સેટ પર થતી ઉત્પીડન અને અમાનવીય વર્તન વિશે પણ વાત કરી. પલક સિધવાની દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, તેણે કહ્યું કે પ્રોડક્શન હાઉસે હજુ સુધી તેની બાકી રકમ ચૂકવી નથી, જે લગભગ 21 લાખ રૂપિયા છે.

નિધિ ભાનુશાળીની જગ્યા લેનાર પલકે પિંકવિલાને કહ્યું- હું શો છોડવાનું વિચારી રહી હતી. ડિસેમ્બર 2023માં, મેં પહેલીવાર પ્રોડક્શન હેડને કહ્યું કે હું છોડવા માંગુ છું. આ સાંભળીને તેમણે કહ્યું, ‘ના, ના, હવે વધુ એક એક્ટર જઈ રહ્યો છે. તેને જવા દેવામાં પણ તેમને 1.5 વર્ષ લાગ્યાં.

તેમણે કહ્યું કે તેના ઓન-સ્ક્રીન પિતા મંદાર ચાંદવાડકર અને તેના કો એકટર્સ પણ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં સામેલ છે. જો કે, જ્યારે પલકએ આ કર્યું, ત્યારે નિર્માતાઓએ તેને હાંકી કાઢી, ખાસ કરીને કારણ કે તે શો છોડવાનું વિચારી રહી હતી અને તેની પાસે કોઈ માન્ય કારણ ન હતું.