ADVERTISEMENT
ADVERTISEMENT

‘ભૂલભુલૈયા 3’ને રિલીઝ પહેલાં 135 કરોડની આવક

છેલ્લાં ઘણા સમયથી ‘ભૂલભુલૈયા 3’ની ચર્ચાઓ ચાલી રહી છે, પહેલી બે ફિલ્મની સફળતા બાદ આખરે આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ રહી છે. હવે થિએટ્રીકલ રિલીઝ અને બોક્સ ઓફિસની કમાણી જેટલી જ એ સિવાયના ફિલ્મના હકોની ડીલ વધુ મહત્વની બની ગઈ છે. ત્યારે કેટલાંક અહેવાલોમાંથી માહિતિ મળી રહી છે કે ‘ભૂલભુલૈયા 3’એ મોટી નોન થિએટ્રિકલ ડીલ કરી છે, જેને આ ફિલ્મની ફ્રેન્ચાઈઝીની અને કાર્તિક આર્યનની પણ સૌથી મોટી ડીલ માનવામાં આવે છે.

આ અહેવાલો મુજબ ‘ભૂલભુલૈયા 3’ના ડિજીટલ રાઇટ્સ, ટીવી રાઇટ્સ અને મ્યુઝિક રાઇટ્સ થઇને 135 કરોડની ડીલ કરવામાં આવી છે. આ ફિલ્મના બીજા ભાગની સફળતાને ધ્યાનમાં રાખીને નેટફ્લિક્સે ફિલ્મના ડિજિટલ રાઇટ્સ ખુબ મોટી રકમથી ખરીદ્યા છે. જ્યારે ટીવી એટલે કે તેના સેટેલાઇટ રાઇટ્સ સોની નેટવર્ક દ્વારા મેળવી લેવાયા છે. તેમજ ટી સિરીઝ દ્વારા મ્યુઝિક રાઇટ્સ ખરીદવામાં આવ્યા છે. કારણ કે તેમાં પણ ફિલ્મના સુપર હિટ ગીતોને કારણે મોટો લાભ થવાની આશા છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

આમ ફિલ્મની ટીમ દ્વારા ફિલ્મ પાછળ થયેલાં રોકાણની મોટી રકમ રિલીઝ પહેલાં જ મેળવી લેવાઈ છે. એવી ચર્ચા છે કે અનીસ બાઝમી અને ભુષણ કુમારે આ હોરર કોમેડીને સૌથી ભવ્ય બનાવવામાં કોઈ કચાશ રાખી નથી. આ ફિલ્મનું પ્રોડક્શન બજેટ 150 કરોડનું હોવાનું માનવામાં આવે છે, જેમાં પ્રિન્ટ અને પબ્લિસિટીનો ખર્ચ તો પહેલાંથી જ વસૂલ થઈ ગયો છે.

ADVERTISEMENT
ADVERTISEMENT