અનન્યા પાંડે આ શોથી ફરી એક વખત ઓટીટી પર એન્ટ્રી કરી રહી છે. સીટીઆરએલ એક સ્ક્રીનલાઇફ થ્રિલરનો પ્રયોગ છે, જે વિક્રમાદિત્ય મોટવાણે દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. તેમાં અનન્યા સાથે વિહાન સમત મુખ્ય રોલમાં જોવા મળશે. આ શો આજના સમયના સંબંધો પર ટેક્નોલોજીની કેવી અસર થાય છે, તેના પર આધારીત છે. આ શો
4 ઓક્ટોબરથી સ્ટ્રીમ થશે.
ધ બકિંગહામ મર્ડર્સ
કરીના કપૂર ખાનની આ ફિલ્મ 13 સપ્ટેમ્બરે થિએટરમાં રિલીઝ થઈ હતી, જ્યાં જોઈએ એવો પ્રતિસાદ મળ્યો નહોતો. હવે તેની બધી જ આશાઓ ઓટીટી રિલીઝ પર છે. કારણ કે બીએફઆઈ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મની ઘણી ચર્ચા થઈ હતી. આ ફિલ્મ આવતા મહિનાની શરૂઆતમાં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે.
ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ (GOAT)
થલાપતિ વિજયની સાઇ-ફાઈ એક્શન ફિલ્મ 5 સપ્ટેમ્બરે થિએટરમાં રિલીઝ થઈ હતી, જેને ઘણો સારો પ્રતસાદ મળ્યો હતો. જોકે, ફિલ્મના મેકર્સ દ્વારા ઓટીટી રલીઝની તારીખ જાહેર કરeR નથી પરંતુ આ ફિલ્મ અંગેના અહેવાલો અનુસાર આ અઠવાડિયે નેટફ્લિક્સ પર તે રિલીઝ થવાની છે.
ધ સિગ્નેચર
ગજેન્દ્ર આહિરેની ઇમોશનલ ડ્રામા ફિલ્મમાં અનુપમ ખેર, મહિમા ચૌધરી અને નીના કુલકર્ણી મુખ્ય રોલમાં જોવા મળશે. આ એક એવા પતિની સ્ટોરી છે, જેની પત્ની ગંભીર બીમારીમાં સપડાય છે અને તેનું જીવન બદલાઈ જાય છે. 4 ઓક્ટોબરે ઝી5 પર આ ફિલ્મ રિલીઝ થશે.
કલર્સ ઓફ લવ
આ એક ઇમોશનલ ડ્રામા છે, જેમાં હાર્ટબ્રેકની સ્ટોરી છે. પ્રેમમાં બ્રેક અપ થયા પછીની સ્થિતિ અને તેમાંથી બહાર આવવાની સફર આ શોમાં દર્શાવાઈ છે, જેમાં ભક્તિ કુબાવત અને સમરન સાહુ તેમજ દીપિકા અમીન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ શો 4 ઓક્ટોબરથી ઝી5 પર
સ્ટ્રીમ થશે.
ધ ટ્રાઇબ – એમેઝોન પ્રાઇમ વીડિયો
આ 9 એપિસોડની એક સિરીઝ છે, જે ધર્માટિક એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. તેમાં 5 સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર ભાગ લઈ રહ્યા છે, તેમાં અલાના પાંડે, અલાવિયા જાફરી સહિતના કન્ટેસ્ટન્ટ ભાગ લેશે. આ શો 4 ઓક્ટોબરે શરૂ થશે.
સ્ત્રી 2
આ ફિલ્મ ઓટીટી પર રેન્ટ ઓપ્શન સાથે આવી ચૂકી છે. થિએટરમાં મોટી સફળતા પછી હવે ઓટીટી પર પણ તે વ્યૂઅરશિપના રેકોર્ડ તોડવા તૈયાર છે. 11 ઓક્ટોબરથી આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર ફ્રીમાં ઉપલબ્ધ થઈ જશે.