ADVERTISEMENT
ADVERTISEMENT

Football: ઇન્ટર માયામીએ કોલંબસને 3-2થી હરાવી સપોટર્સ શિલ્ડ જીત્યો

મેજર લીગ સોકરમાં ઇન્ટર માયામીએ કોલંબસને 3-2થી હરાવીને સપોટર્સ શિલ્ડ જીતી લીધો હતો. કેટલાક સમય પહેલાં ઇન્ટર માયામીએ એમએલએસ કપમાં ચેમ્પિયન બનવાની પણ સિદ્ધિ મેળવી હતી. આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લાયોનલ મેસ્સીએ પ્રથમ હાફની અંતિમ મિનિટોમાં બે ગોલ કરીને ઇન્ટર માયામીને 2-0થી આગળ કરી દીધી હતી.

જોકે ડિએગો રોસીએ 46મી મિનિટે કોલંબસ માટે ગોલ કરીને ફાઇનલ મુકાબલો રોમાંચક બનાવી દીધો હતો.

48મી મિનિટે લૂઇસ સુઆરેઝે ગોલ કરીને ઇન્ટર માયામી માટે સ્કોર 3-1નો કર્યો છે. 61મી મિનિટે ગોલ કરીને કૂચો હર્નાન્ડેઝે કોલંબસને પાછું મેચમાં લાવી દીધું હતું.

ADVERTISEMENT
ADVERTISEMENT

મેસ્સીએ કારકિર્દીમાં ક્લબ કે પોતાના દેશ માટે ઓવરઓલ 46મી ટ્રોફી જીતી છે. જે કોઈ પણ મેન્સ ફૂટબોલ ખેલાડી દ્વારા જીતવામાં આવેલી હાઇએસ્ટ ટ્રોફીનો રેકોર્ડ પણ છે. માયામી સાથે જોડાયા બાદ મેસ્સીએ આ બીજી ટ્રોફી જીતી છે. આ પહેલાં તેણે 2023માં લીગ કપ ટ્રોફી જીતી હતી.

ADVERTISEMENT
ADVERTISEMENT