બોર્ડર 2ઃ સુનીલ શેટ્ટીનો વારસો દીકરા અહાને જાળવ્યો

સની દેઓલની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બોર્ડર’ની સીક્વલ અઢી દાયકા બાદ શરૂ થઈ રહી છે. 1997માં બનેલી ફિલ્મની સીક્વલ ‘બોર્ડર 2’માં સની દેઓલનો લીડ રોલ યથાવત છે, જ્યારે કો-સ્ટાર્સમાં નવી પેઢીના એક્ટર્સનો સમાવેશ થઈ રહ્યો છે. સનીએ અગાઉ પોતાની ટીમમાં વરુણ ધવન અને દિલજિત દોસાંજને આવકાર્યા હતા. હવે સનીએ સુનલ શેટ્ટીના દીકરા અહાનને પોતાન ટીમમાં લીધો છે.

સનીએ સોશિયલ મીડિયા પર પોતાની બટાલિયનમાં અહાન જોડાયો હોવાનું જાહેર કર્યું હતું. ટીઝર વીડિયો સાથે આ એનાઉન્સમેન્ટ થઈ હતી, જેમાં અહાનનો અવાજ છે. અહાને બોર્ડરનું મહત્ત્વ સમજાવતા આ ડાયલોગમાં કહ્યું છે, જિસે પાર નહીં કર પાતા દુશ્મન. વો ના તો કોઈ લકીર હૈ, ના દીવાર, ના ખાઈ હૈ. ઔર ક્યારે હૈ યે બોર્ડર?

બસ એક ફૌજી ઔર ઉસકે ભાઈ હૈ. સનીએ કેપ્શનમાં કહ્યું હતું, વેલકમ ટુ ફૌજી અહાન ટુ ધ બટાલિયન. અહાનના પિતા સુનિલ શેટ્ટીએ આ પોસ્ટના રીપ્લાયમાં ફેન્ટમ કહીને દીકરાના વખાણ કરી દીધા હતા. અહાનના પિતા સુનિલ શેટ્ટીએ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ બોર્ડરમાં મહત્ત્વનો રોલ કર્યો હતો. અહાને કહ્યું હતું કે, આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તેની માતા પ્રેગનન્ટ હતી અને તે માતાના ગર્ભમાંથી જ આ ફિલ્મ સાથે જોડાયેલો હતો. બોર્ડર એ માત્ર ફિલ્મ નથી, એક લેગસી છે. બોર્ડરનું પ્રોડક્શન શરૂ થયું તે સમયથી એટલે કે 29 વર્ષથી તે આ ફિલ્મના કિસ્સા સાંભળતો આવ્યો છે. અહાને આ તક આપવા બદલ પ્રોડ્યુસર ભુષણ કુમાર, સની દેઓલનો આભાર માન્યો હતો. અહાને પિતાનો આભાર માનતા કહ્યું હતું કે, તે આજે જે કંઈ પણ છે તે પિતાના પ્રભાવથી છે અને પિતાના વારસાને જાળવવા તે કટિબદ્ધ છે.