ADVERTISEMENT
ADVERTISEMENT

Sports: મેગ્વાયરનો 51મી મિનિટે ગોલ,યુનાઇટેડે રસાકસી બાદ પોર્ટો સામેની મેચ 3-3થી ડ્રો

માન્ચેસ્ટર : હેરી મેગ્વાયરે 51મી મિનિટે નોંધાવેલા ગોલની મદદથી માન્ચેસ્ટર યુનાઇટેડે પોર્ટો સામે રમાયેલી યૂરોપા લીગ ફૂટબોલની મેચ 3-3થી ડ્રો કરવામાં સફળતા મેળવી હતી.

અન્ય એક મેચમાં ટોટનહામે ફેરેન્સવારોસ સામેની મેચમાં 2-1થી વિજય હાંસલ કર્યો હતો. ચેલ્સીએ જેન્ટ એફસી સામે 4-2થી વિજય મેળવીને કોન્ફરન્સ લીગ ફૂટબોલમાં પોતાના અભિયાનનો શાનદાર પ્રારંભ કર્યો હતો.

પોર્ટો માટે પેપેએ 27મી મિનિટે તથા સામુ ઓમોરોડિયોને 34મી તથા 50મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા. માન્ચેસ્ટર યુનાઇટેડ માટે માર્કોસ રશફોર્ડે સાતમી મિનિટે તથા રાસમુસે હોજલુને 20મી મિનિટે ગોલ કર્યા હતા. લિયોન ક્લબે રેન્જ્સ સામે 4-1થી, એથ્લેટિકોએ એઝેડ અલ્કમાર સામે 2-0થી મેચ જીતી હતી.

ADVERTISEMENT
ADVERTISEMENT

ચેલ્સી માટે રેનેટો વિગાએ 12મી, પેડ્રો નેટોએ 46મી, ક્રિસ્ટોફર નકુનકુએ 63મી તથા કિરનાન ડેવ્સબુરીએ 70મી મિનિટે ગોલ કર્યા હતા. બીજી તરફ જેન્ટ એફસી માટે સુવોશી વાટાનેબલે 50મી તથા ઓમરી ગેન્ડેલમાને 50મી મિનિટે ગોલ કરીને પરાજયનું અંતર ઓછું કરવાનો પ્રયાસ કર્યો હતો.

ADVERTISEMENT
ADVERTISEMENT