ઝી એન્ટરટેઇનમેન્ટ અને કંગના રનૌતની મણિકર્ણિકા ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મ ‘ઇમર્જન્સી’માં સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા સૂચવેલા કટ માન્ય છે એમ ગઈ કાલે ઝી એન્ટરટેઇનમેન્ટે કોર્ટને જણાવ્યું હતું. એથી હવે ફિલ્મને રિલીઝ કરવાનો માર્ગ મોકળો થયો છે. સામે CBFCએ કહ્યું છે કે તેમણે સૂચવેલા કટ બાદની ફિલ્મ તેઓ જોશે અને ત્યાર બાદ એને બે અઠવાડિયાંમાં સર્ટિફિકેટ ઇશ્યુ કરશે.
ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી પર આધારિત આ ફિલ્મથી સિખ સમાજ અને અકાલી દળ નારાજ છે. તેમનું કહેવું હતું કે ફિલ્મમાં સિખ સમાજને ખોટી રીતે ચીતરવામાં આવ્યો છે અને ઐતિહાસિક તથ્યોને પણ ખોટી રીતે રજૂ કરાયાં છે.