કેન્સર સામે ઝઝૂમતી એક્ટ્રેસ હિના ખાનને પરિવારે આપી એવી બર્થ ડે સરપ્રાઇઝ, કે જોતાની સાથે થઇ ગઇ ઇમોશનલ

ટીવીની ફેમસ એક્ટ્રેસ હિના ખાન ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. એક્ટ્રેસને બ્રેસ્ટ કેન્સર થયું હતું. લાંબા સમય સુધી તેની સારવાર ચાલી. કેન્સર ટ્રીટમેન્ટની વચ્ચે એક્ટ્રેસ હિનાખાને પોતાના બર્થડે સેલિબ્રેશનનો એક વીડિયો ફેંસ સાથે શેર કર્યો છે.

જે તેને કોઈએ મોકલી છે. જેમાં તે દુલ્હનના લુકમાં રેમ્પ પર વોક કરતી જોવા મળી રહી છે. કેક જોઈને હિના ખૂબ જ ખુશ થઈ જાય છે. કેન્સર ટ્રીટમેન્ટની વચ્ચે લોકોનો પ્રેમ જોઈને હિના ઈમોશનલ થઈ ગઈ. તેની આંખો આંશુઓથી છલકાઈ ગઈ.

હિનાએ પોસ્ટની સાથે લાંબુ કેપ્શન પણ લખ્યું છે. તેમણે કહ્યું છે કે તેમના ફેંસે દરેક મુશ્કેલીમાં અને ચેલેન્જિંગ સમય પર તેમનો સાથ આપ્યો છે. તેને સપોર્ટ કર્યું છે તેના માટે ધન્યવાદ. હિનાએ તેના ફેંસ પાસે તેના માટે દુવા કરવાની અપીલ કરી છે.