નવરાત્રીના ઉપવાસમાં દરેક ઘરમાં અવનવી ફરાળી વાનગીઓ બનતી હોય છે. આજે અમે ફરાળી ઢોકળા કેવી રીતે બનાવવા તેની રેસિપી અહીં જણાવીશું. તો આ ( farali dhokla ) રેસિપી તમે જરૂર ટ્રાય કરજો.
ફરાળી ઢોકળા બનાવવાની સામગ્રી (farali dhokla ingredients)
- 1 કપ સામો, મિક્સરજારમાં પીસેલો
- 1/2 કપ સાબુદાણા, મિક્સરજારમાં પીસેલા
- 1/2 કપ દહીં
- 1/4 ચમચી હળદર
- 1/4 ચમચી ધાણા પાવડર
- 1/4 ચમચી ગરમ મસાલા પાવડર
- 1/4 ચમચી રોક મીઠું
- 1/4 ચમચી ઈનો (બેકિંગ પાવડર)
- 2 ચમચી ઘી
- કોથમીર, બારીક સમારેલી
આ રીતે બનાવો ફરાળી ઢોકળા (farali dhokla making process)
- એક મોટું બાઉલ લો, તેમા સામામાં સાબુદાણા, દહીં, હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલા પાવડર અને રોક મીઠું મિક્સ કરો.
- હવે તમા ઈનો અને જરૂર મુજબ પાણી ઉમેરી બેટરને ઘાટું બનાવો.
- મિશ્રણને ઢોકળા મેકર અથવા ઊંડા તવામાં ઘી લગાવીને રેડો.
- ઢોકળા મેકરને ધીમી આંચ પર રાખો. 15-20 મિનિટ માટે પાકવા દો.
- તૈયાર છે તમારા ફરાળી ઢોકળા તેને વિવિધ પ્રકારની ચટણી સાથે સર્વ કરો.
આરોગ્ય લાભ:
સાબુદાણામાં ભરપૂર માત્રામાં આયર્ન અને ફાઈબર હોય છે.
દહીંમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે.
તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.