તમે ઉપવાસમાં બટાકા અને સાબુદાળાની વાગનીઓ ખાઈને કંટાળી ગયા છો? તો તમારા માટે લાવ્યું છે ફરાળી પાત્રાની રેસિપી. અળવીના પાનમાંથી બનતા આ ફરાળી પાત્રા ખુબ જ સરળ રીતે બની જશે. તો જરૂર ટ્રાય કરો આ ફરાળી પાત્રાની રેસિપી
ફરાળી પાત્રા બનાવવાની સામગ્રી (farali patra ingredients)
- અળવીના પાન
- રાજગરાનો લોટ
- સામો
- ગોળ
- લીલા મરચા
- આદુ
- આંબલી
- હળદર
- મીઠું
- લાલ મરચુ પાવડર
- તેલ
- સફેદ તલ
- જીરુ
- મીઠો લીમડો
આ રીતે બનાવો અળવીના પાનના ફરાળી પાત્રા (farali patra making process)
- અળવીના 5 પાન લો. તેને સારી રીતે ધોઈ તેમાથી મોટી ડાળીઓ ચપ્પાની મદદથી નિકાળી દો.
- મિક્સિંગ બાઉલમાં રાજગરાનો એક વાટકી લોટ, એક વાટકી સામો મિક્સરજારમાં પીસેલો ઉમેરો.
- પછી મિક્સજારમાં બે લીલા મરચા, થોડો ગોળ, આદુ, આંબલી, ચટણી ઉમેરી પેસ્ટ તૈયાર કરી આ લોટમાં ઉમેરો.
- હવે તેમા મીઠું, હળદર, લાલ મરચુ પાવડર, એક ચમચી તેલ ઉમેરી મિક્સ કરો. પછી તેમા જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો. લોટ ઢીલો કે કઠણ ન બાંધવો.
- પછી તેમા સફેદ તલ ઉમેરી મિક્સ કરી દો.
- હવે આ લોટને અળવના પાન પર પાથરી દો.
પછી તેના પર પર બીજું પાન મૂકી તેના પર પણ લોટ પાછરો પછી બધી સાઈઝને બરાબર રોલ કરી દો. - પછી ઢોકળીયામાં પાણી ઉકાળો. પછી તેની કાણાવાળી ડીસમાં તેલ લગાવી તેના પર પાત્રાના રોલ મૂકી દો. પછી પંદર મિનિટ પાકવા દો.
- પછી ઠંડા થાય પછી તેને ચપ્પાની મદદથી ગોળ આકારમાં કાપી લો. આ પાત્રાને એક પેનમાં લઈ લો.
- ટડકાના બાઉલમાં તેલ ગરમ કરો પછી તેમા જીરું, તલ , મીઠો લીમડો ઉમેરી આ વઘારે પાત્રા પર રેડી દો. પછી પાત્રાને ત્રણ મિનિટ ગેસ પર પાકવા દો. તૈયાર છે તમારા ફરાળી પાત્રા.