ઉપવાસમાં ખવાય તેવી સ્વાદિષ્ટ વાનગી એટલે રાજગરાનો શીરો. તેને ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય તેની રેસિપી અહીં તમને જણાવશે. તો નોંધી લો રાજગરાનો શીરો બનાવવાની રેસિપી
રાજગરાનો શીરા બનાવવાની સામગ્રી (Navratri Vrat Recipe)
- રાજગરાનો લોટ,
- ઘી,
- દૂધ,
- સાકર,
- બદામ,
- કાજુ-કિસમિસ,
- એલચીનો પાવડર.
રાજગરાનો શીરા બનાવવાની રીત (Rajgira Sheera Recipe)
- સૌ પ્રથમ એક નોન-સ્ટીક પેનમાં ઘી નાખીને ગરમ કરી પછી તેમાં રાજગરનો લોટ ઉમેરીને મિક્સ કરો.
- હવે થોડીવાર ધીમા ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- હવે તેમાં દૂધ,ગરમ પાણી અને સાકર નાખીને મિક્સ કરો.
- હવે તેમાં સમારેલ કાજુ-કિસમિસ,બદામ,પિસ્તા,અખરોટ વગેરે ડ્રાયફ્રૂટ ઉમેરીને મિક્સ કરો.
- હવે તેમાં ઈલાયચી પાવડર અને કેસર ગાર્નિશ કરીને ગરમાં-ગરમ સર્વ કરો.