‘સ્ત્રી 2’ માં મુંજ્યાની એન્ટ્રી થવાની હતી, છેલ્લી ઘડીએ પ્લાન બદલવો પડ્યો

ડાયરેક્ટર અમર કૌશિકે જ કર્યો ખુલાસો‘સ્ત્રી 2’ના ડાયરેક્ટર અમર કૌશિકે અનેક શાનદાર ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. આમાંથી એક ‘મુંજ્યા’ પણ છે. ‘મુંજ્યા’ આ વર્ષની સફળ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ પડી હતી. આ ફિલ્મમાં પણ મુંજ્યાની એન્ટ્રી થવાની હતી પરંતુ સમય ન હોવાથી આ પ્લાન પડતો મુકવો પડ્યો
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ‘સ્ત્રી 2’ આ વર્ષની સૌથી સફળ ફિલ્મ બની ગઈ છે.

આ ફિલ્મના નિર્દેશક અમર કૌશિક આ ફિલ્મને લઈને અનેકવાર ચર્ચામાં રહેતા હોય છે. અમર કૌશિકે વર્ષ 2018માં રિલીઝ થયેલી ‘સ્ત્રી’થી એના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જ્યારે બીજી બાજુ ‘સ્ત્રી 2’ હિન્દી સિનેમાની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મએ ગયા વર્ષે રિલીઝ થયેલી શાહરુખ ખાનની ‘જવાન’નો પણ રેકોર્ડ તોડી દીધો છે. અમર કૌશિકે એમના કરિયરમાં અત્યાર સુધીમાં ચાર ફિલ્મો ડાયરેક્ટ કરી છે, જેમાં ‘બાલા’, ‘ભેડિયા’, ‘સ્ત્રી’ અને ‘સ્ત્રી 2’ શામેલ છે

મુંજ્યાના પ્રોડ્યુસર છે અમર કૌશિક
અમર કૌશિકની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી છે. અમર કૌશિક એની ફિલ્મોમાં જબરજસ્ત કોમેડી માટે ફેમસ છે. આ સાથે ફિલ્મોમાં સોશિયલ મેસેજ પણ જરૂર હોય છે. આ વસ્તુ દરેક ફિલ્મમાં જોવા મળે છે. અમર કૌશિક ફિલ્મોને ડાયરેક્ટ કરવાની સાથે પ્રોડ્યુસ પણ કરે છે. ‘મુંજ્યા’ પણ અમર કૌશિકની પ્રોડ્યુસની ફિલ્મોમાંથી એક છે. ત્યારબાદ હોરર કોમેડીએ બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી હતી. આ ફિલ્મ મેડોક સુપરનેચરલ યુનિવર્સનો હિસ્સો છે જેમાં શર્વરી વાઘ અને અભય વર્મા લીડ રોલમાં જોવા મળ્યા હતા. અમર કૌશિકે ‘મેન ઓફ કલ્ચર’ પોડકાસ્ટ સાથે વાતચીત કરી હતી જેમાં અમરે એની ફિલ્મોને લઈને અનેક ખુલાસાઓ કર્યા છે. અમરે મેડોક સુપરનેચરલ યુનિવર્સના ફ્યુચરમાં અપકમિંગ ફિલ્મોને લઈને અનેક ચર્ચાઓ કરી અને સાથે ‘મુંજ્યા’ને લઈને પણ જબરજસ્ત ખુલાસાઓ કર્યા. અમરે આ દરમિયાન ‘મુંજ્યા’ના ભૂત એટલે કે ‘મુંજ્યા’ને લઈને અનેક ખુલાસાઓ કર્યા હતા. અમર કૌશિકે જણાવ્યું કે, ”મુંજ્યા’ હિટ થઈ ગઈ તો ‘સ્ત્રી 2’માં પણ એક નાના સીનમાં ‘મુંજ્યા’ને લાવવા ઈચ્છતા હતા, પરંતુ સમયની અછત હોવાને કારણે આ શક્ય બન્યું નહીં.

અમરે કહ્યું કે- ”મુંજ્યા’ આવી શકતી હતી . ફિલ્મના લાસ્ટમાં વરુણનો એક સીન છે. આમ ‘મુંજ્યા’ છુપાઈને અભિષેકની વાત સાંભળી રહ્યો હોય એવો એક સીન અમે શૂટ કર્યો હતો. પરંતુ પછી અમને લાગ્યું કે સમય બહુ ઓછો છે. વીએફએક્સ ટાઇમ લે છે. આ માટે એવું લાગ્યું કે ‘મુંજ્યા’ ફિલ્મમાં હિટ થઈ ગઈ છે તો અહિયાં પણ નાખી શકતાં. એ જ્યારે વરુણ અને અભિષેકની ભૂમિકા વેમ્પાયર વિશે વાત કરી રહ્યા છે કે દિલ્હીમાં કંઈ છે તો એમાં પાછળથી કોઈ સાંભળી રહ્યું છે. વિચાર્યું હતું કે આવું કંઈ કરી દઈએ, પરંતુ વીએફએક્સના લોકોને પૂછ્યું કે કેટલો સમય લાગશે તો એમને 20 થી 25 દિવસનો સમય આપ્યો હતો.’