સાઉથથી લઈને બોલિવૂડમાં શોકની લહેર: સેલેબ્સની ભારતના રતનને ભારે હૃદયે શ્રદ્ધાંજલિ

રતન ટાટાના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર ફરી વળી છે. જીવનના દરેક સ્તરે રતન ટાટાએ આપેલા યોગદાનને કોઈ કેવી રીતે ભૂલી શકે? સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધીના ઘણા સેલેબ્સે પણ રતન ટાટાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.સલમાન ખાન, સંજય દત્ત જુનિયર એનટીઆર, કમલ હાસન,અક્ષય કુમાર સહિતના સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે અને તેમને ભાવુક શ્રદ્ધાંજલિ આપી છે.

સલમાન ખાને પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને અશ્રુભીની આંખો સાથે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી છે. અભિનેતાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, રતન ટાટાના નિધનથી ખૂબ જ દુ:ખી છું. ટાટાના નિધનથી રિતેશ દેશમુખને પણ ઊંડો આઘાત લાગ્યો છે. અભિનેતાએ પોસ્ટ શેર કરી દુખ વ્યક્ત કર્યું છે.

અક્ષય કુમારે પોતાના એક્સ એકાઉન્ટ પર રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. અભિનેતાએ લખ્યું, દુનિયા એ માણસને અલવિદા કહી રહી છે જેણે માત્ર એક સામ્રાજ્ય કરતાં ઘણું વધારે બનાવ્યું છે. રતન ટાટાના નિધન વિશે સાંભળીને હૃદય તૂટી ગયું છે. તેમની દયા, નવીનતા અને નેતૃત્વનો વારસો પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.

જ્યારે સંજય દત્તે એક્સ પર પોસ્ટ કરીને રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, ભારતે આજે એક સાચા સ્વપ્નદ્રષ્ટાને ગુમાવ્યો છે. તેઓ પ્રામાણિકતા અને કરુણાના પ્રતિક હતા જેમના યોગદાનથી અસંખ્ય જીવન પ્રભાવિત થાય છે, તેમના આત્માને શાંતિ મળે. આ ઉપરાંત શ્રદ્ધા કપૂર, રણદીપ હુડ્ડા, ઉર્વશી રૌતેલા સહિત અન્ય ઘણા સ્ટાર્સે પણ પોસ્ટ શેર કરીને રત્ના ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે

દક્ષિણના ઘણા સ્ટાર્સે પણ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.રતન ટાટાના નિધનથી દક્ષિણ ઉદ્યોગ પણ આઘાતમાં છે. જુનિયર એનટીઆર, પ્રભાસ, વિજય થલાપથીથી લઈને કમલ હાસને પોસ્ટ શેર કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે

શાહખ ટાટાના બિઝનેસ પેશન અને નેનો કારથી ખુબ પ્રભાવિત હતો
શાહરૂખ ખાન રતન ટાટાના બિઝનેસ પેશન અને ખાસ કરીને નેનો કાર પ્રોજેક્ટથી ખુબ પ્રભાવિત હતો.ફોર્બ્સ ઈન્ડિયા સાથેના અગાઉના ઈન્ટરવ્યુમાં, શાહરૂખે તેમના બિઝનેસ પ્રત્યેના અભિગમની ચચર્િ કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે જો કે તે પોતાની જાતને એક બિઝનેસમેન તરીકે જોતો નથી, તેમ છતાં તે રતન ટાટા અને અઝીમ પ્રેમજીના પ્રેમ અને મૂલ્યોને પસંદ કરે છે તેમની સફળતાને સલામ કરે છે. આ બન્ને પાસેથી ઘણું જ શીખવા જેવું છે.શાહરૂખ ખાને રતન ટાટાના સામાન્ય વર્ગને પણ પરવડી શકે તેવી નેનો કાર પ્રોજેક્ટના પણ ખૂબ વખાણ કયર્િ હતા. શાહરૂખે વધુમાં ઉમેર્યું હતું કે રતન ટાટાનો જુસ્સો બેમિસાલ હતો. તેમણે બનાવેલી નેનો કાર કે જે સામાજિક રીતે સંચાલિત ધ્યેયો સાથે બનાવવામાં આવી હતી. ખૂબ જ સારા વિચાર સાથે માર્કેટમાં લાવવામાં આવી હતી. હવે મને ખબર નથી કે તે કામ કરશે કે નહીં પરંતુ જે હેતુ માટે તે બનાવવામાં આવ્યું હતું તે ખૂબ જ સ્પષ્ટ છે. ટાટા અને પ્રેમજી જેવા સફળ બીઝ્નેસમેન વ્યક્તિગત જ નહી, દેશના તમામ લોકોને સફળ થવાની પ્રેરણા આપે છે.