સફરજનની છાલ પણ છે ગુણકારી, તેને ઉતારીને ખાવાની ભૂલ કરશો તો નહીં મળે પોષણ

વર્ષોથી એક કહેવત પ્રચલિત છે કે- ‘રોજ એક સફરજન ખાઓ અને રોગને દૂર રાખો’. જો કે આ કહેવત નથી પણ વાસ્તવિકતા છે. સફરજન ખૂબ જ પૌષ્ટિક ફળ છે. તેમાં અનેક પ્રકારના પોષકતત્વો હોય છે. તેને ખાવાની ઘણી રીતો છે. કેટલાક લોકો સફરજનને છોલીને ખાય છે, જ્યારે કેટલાક લોકો તેને છોલ્યા વગર ખાઈ જાય છે. જો તમે પણ સફરજન ખાવાની રીતને લઈને મૂંઝવણમાં છો, તો આ લેખમાં અમે તમને જણાવીશું કે સફરજન ખાવાની સાચી રીત કઈ છે?

સફરજન ખાવાની સાચી રીત કઈ છે?
અમે અમારા ફેમિલી ડોક્ટર શકીરા રહેમાન સાથે આ અંગે વાત કરી. તેમનું કહેવું છે કે, જો તમે સફરજનને છાલ ઉતાર્યા વગર ખાઓ તો તમને વધુ ફાયદો થાય છે, કારણ કે સફરજનની છાલ ફાઈબર, વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. જે પાચન તંત્ર માટે ફાયદાકારક છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

છાલમાં હાજર ફાઇબર વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે. છાલમાં હાજર પેક્ટીન કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. જે હૃદય રોગથી પણ બચાવે છે. સફરજનની છાલ ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. તેનાથી મોટાબોલિઝમ પણ વધે છે અને પાચન શક્તિ પણ સુધરે છે.

જ્યારે તમે સફરજનની છાલ ઉતારો છો, તો તમે તેના મહત્વપૂર્ણ પોષકતત્વો ગુમાવો છો. તમને ફાઇબર મળતું નથી. તેને ખાવાની સાચી રીત એ છે કે, પહેલા સફરજનને સારી રીતે ધોઈ લો. જેથી તેની સપાટી પર રહેલા જંતુનાશકો અને ગંદકી સાફ થઈ જાય. સફરજનને છોલ્યા વિના ખાવું શ્રેષ્ઠ છે, કારણ કે તે તમારા શરીરને વધુ પોષકતત્વો પ્રદાન કરે છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.