દુધી હલવો એ લોકપ્રિય ભારતીય વાનગી છે. જે દુધી અને દૂધમાંથી બનાવવામાં આવે છે. અહીં તેની સરળ રેસીપી તમને જણાવી રહ્યું છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ દુધી ગુણકારી છે. તે પણ આપણે આ સ્ટોરીમાં જોઈશું.
દુધીનો હલવો બનાવવા શું જોઈએ? (dudhi halwa recipe ingredients )
- 1 મીડીયમ સાઈઝની દુધી
- 2 કપ દૂધ
- 1/2 કપ ખાંડ
- 1/4 ચમચી એલચી પાવડર
- 1/4 ચમચી કેસર
- 2 ચમચી ઘી
- બદામ અથવા પિસ્તા, બારીક સમારેલા
દુધીનો હલવો કેવી રીતે બનાવવો? (dudhi halwa making process)
- 1). દુધીને સારી રીતે ધોઈ, તેને ખમણી લો.
- 2). એક પેનમાં ઘી ગરમ કરો.
- 3). હવે તેમા ખમણેલી દૂધી ઉમેરી પકાવો.
- 4). પછી દૂધ, ખાંડ ઉમેરી બરાબર પાકવા દો.
- 5). સરસ પાકી ગયા બાદ તેમા એલચી પાવડર અને કેસર મિક્સ કરો. તૈયાર છે દુધીનો હલવો ગરમા ગરમ સર્વ કરો.
આરોગ્ય લાભ:
- દુધીમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ્સ હોય છે.
- દૂધમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે.
- તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.
- તે ડાયાબિટીસ અને હૃદય રોગને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.