દિવાળી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતી ઘરોમાં અવનવી વાનગીઓ પણ બનવા લાગે છે. આ દિવાળી પર શક્કરપારા જરૂર ટ્રાય કરજો. અહીં શક્કરપારાની રેસિપી જણાવી રહ્યું છે.
મીઠા શક્કરપારા બનાવવા જરૂરી સામગ્રી
- 500 ગ્રામ મેંદો
- 150 ગ્રામ ખાંડ
- ઘી
- પાણી
- તેલ
- એલચી પાવડર
શક્કરપારા બનાવવાની રીત
- પહેલા કઠાઈમાં પાણી, ખાંડ અને ઘી ઉમેરી ખાંડને ઓગાળી લો.
- પછી તેમા એલચી પાવડર ઉમેરો. પછી ગેસ બંધ કરી. પછી આ મિશ્રણ ઠંડું કરી દો.
- હવે તેમા મેંદો ઉમેરી લોટ બાંધી લો. પછી 20 મિનિટ માટે તેને મુકી રાખો.
- પછી મોટા લુવા બનાવી ભાખરીથી થોડી જાડી સાઈઝમાં વણી લો અને કટર કે ચપ્પાની મદદથી નાની ચોરસ આકારમાં કાપી લો.
- પછી તેલ ગરમ મૂકી તેને તેળી લો. બ્રાઉન થાય એટલે બહાર કાઢી લો. તૈયાર છે તમારા શક્કરપારા.