સુકા કોપરાના લાડુ (નાળિયેરના લાડુ) બનાવવાની રેસિપી

વરાત્રી ચાલી રહી છે ત્યારે રોજ માતાજીને અલગ અલગ ભોગ ધરાવાતા હોય છે. આજે સૂકા કોપરાના લાડુનો પ્રસાદ અવશ્ય બનાવજો. આ માટે ની નાળિયેરના લાડુ બનાવવાની રેસિપી નોંધી લો. સૂકા કોપરાના લાડુ બનાવવાની આ રેસિપી ખુબ જ સરળ છે.

નાળિયેરના લાડુ બનાવવા માટેની સામગ્રી-

  • 2 કપ સૂકું નાળિયેર
  • 1 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  • 3-4 કેસર
  • 1/2 ચમચી એલચી પાવડર
  • 1 ચમચી ઘી
  • સિલ્વર વર્ક

કેસરી નાળિયેરના લાડુ બનાવવાની રીત-

  • સૂકા નારિયેળના ભૂક્કાને એક કડાઈમાં ધીમી આંચ પર આછા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. બર્ન ન થાય તે માટે તેને સતત હલાવતા રહો.
  • શેકેલા નારિયેળમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને સતત હલાવતા રહીને ધીમી આંચ પર રાંધો જેથી તે તવા પર ચોંટી ન જાય.
  • થોડીવાર પછી આ મિશ્રણમાં કેસર પલાળેલું દૂધ અને એલચી પાવડર ઉમેરો. જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ન થાય ત્યાં સુધી હલાવતા રહો.
  • હવે ગેસ બંધ કરો અને મિશ્રણને થોડીવાર ઠંડુ થવા દો.
  • હવે હાથ પર થોડું ઘી લગાવો. મિશ્રણનો એક નાનો ભાગ લો અને તેને તમારી હથેળીઓ વચ્ચે રોલ કરીને લાડુનો આકાર આપો.
  • એ જ રીતે તૈયાર કરેલા મિશ્રણમાંથી 12-14 લાડુ તૈયાર કરો.
  • તેની ઉપર સિલ્વર વર્ક લગાવો. તમારા ઘરે બનાવેલા કેસર નરિયાલ લાડુની મજા માણો.