ગુરુવારે કરો આ ઉપાય, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે

અઠવાડિયામાં દરેક દિવસ કોઈને કોઈ ગ્રહ અને ભગવાન સાથે સંબંધિત છે. જેમ કે શનિવારનો સંબંધ ભગવાન શનિ સાથે છે. આ દિવસે શનિ સંબંધિત ઉપાય અને પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. અહીં આપણે ગુરુવાર દિવસ વાત કરવાના છીએ, જેનો ગુરુ ગ્રહ અને વિષ્ણુ ભગવાન સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે.

આ દિવસે શ્રી હરિની પૂજા કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. લોકોના બગડેલા ખરાબ બની જાય છે. સાથે જ અહીં અમે તમને એવા જ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી તમને ગુરુ ગ્રહ સાથે માતા લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળશે. આવો જાણીએ ગુરુવારના ઉપાય

માન – સન્માન મેળવવા માટે

માન-સન્માન અને પ્રતિષ્ઠા મેળવવા માટે ગુરુવારે તમારા ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં ઘીનો દીવો પ્રગટાવો અને અગ્નિ ભગવાનને હાથ જોડીને નમન કરો. આમ કરવાથી તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. સાથે જ વાસ્તુ દોષોથી પણ છુટકારો મળશે.

કરિયર અને બિઝનેસમાં પ્રગતિ માટે

ગુરુવારે સ્નાન કરતી વખતે એક ચપટી હળદર પાણીમાં ભેળવી સ્નાન કરવાથી ધન વૃદ્ધિનો યોગ બને છે. તેમજ કરિયર અને બિઝનેસમાં પ્રગતિના નવા રસ્તા ખુલે છે.

સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે

ગુરૂવારે જ્યારે ગુરુ ગ્રહ અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. તેમજ કેળાના ઝાડની પૂજા કરો. સાથે જ કેળાના ઝાડને પાણી અને પીળા ફૂલ પણ ચઢાવો. આમ કરવાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સાથે જ કુંવારા લોકોના લગ્ન થવાની યોગ બને છે.

ગુરુના દોષ માંથી મુક્તિ

જો કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ હોય તો ગુરુવારે ભગવાન વિષ્ણુના મંદિરમાં કેસર અને ચણાની દાળનું દાન કરો. સાથે જ કેસર અને ચંદનનું કપાળ પર તિલક લગાવો આમ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. સાથે જ ગુરૂ દોષ માંથી મુક્તિ મળે છે.

ગુરુવારે આવું ન કરો

ગુરુવારે માથાના વાળ કપાવવા નહીં અને દાઢી કરવી જોઇએ નહીં. તેમજ નખ ન કાપવા જોઈએ કે ન તો કપડા ધોવા જોઈએ. બીજી તરફ જો તમે આમ કરશો તો તમારા જીવનમાં દરિદ્રતા આવી શકે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)