નવરાત્રિનો આજે છેલ્લો દિવસ છે. તે બાદ દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. 12 ઑક્ટોબરે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. દશેરાનો દિવસ એટલે અસત્ય પર સત્યની જીતની ઉજવણી કરવાનો દિવસ. આ દિવસ ખાસ તો છે જ પરંતુ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ દિવસનું ખાસ મહત્વ છે. કારણ કે આ દિવસે શશ યોગ અને માલવ્ય રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. શ્રવણ નક્ષત્ર રહેશે.
ત્યારે આ યોગની તમામ 12 રાશિમાં અસર જોવા મળશે પરંતુ 3 રાશિ એવી છે કે જેના માટે આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે.
વૃષભ રાશિ
- વૃષભ રાશિના લોકોને દશેરા પર્વ ખૂબ ફળદાયી નીવડશે. આ રાશિના જાતકોને આર્થિક લાભ મળી શકે છે.
- સુખ-સુવિધાઓમાં વધારો થશે.
- સ્પર્ધાત્મક પરીક્ષાઓની જેઓ તૈયારી કરી રહ્યા છે તેમને તેમની મહેનતનું ફળ મળશે.
- લવ લાઈફમાં આવનારી સમસ્યાઓ દૂર થશે.
- જે લોકો વેપાર કરે છે તેઓ ખૂબ નફો કરી શકશે
- નોકરી કરતા લોકો માટે સમય અનુકૂળ છે. તમે પ્રમોશનના સારા સમાચાર પણ સાંભળી શકો છો જેનાથી તમારું મન ખુશ રહેશે.
તુલા રાશિ
- તુલા રાશિના જે લોકો પરણ્યા નથી તેમના માટે સંબંધ માટેની વાતો આવી શકે છે.
- જે લોકોને તેમના લગ્ન ફાઇનલ કરવામાં સમસ્યા આવી રહી છે તેનું નિરાકરણ આવશે.
- કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો છે.
- નોકરી કરતા લોકોને સિનિયર્સનો પૂરો સહયોગ મળશે.
- બોસ તમારા કામના વખાણ કરશે.
- પારિવારિક સંબંધો મજબૂત રહેશે.
- તમે જે કાર્યમાં મહેનત કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે.
મકર રાશિ
- મકર રાશિના લોકોના કરિયર માટે સમય સારો છે.
- નવી તકો પ્રાપ્ત થશે.
- જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તમને પાછા મળી જશે.
- જૂના મિત્રો સાથે સારો સમય પસાર થશે. સ્વાસ્થ્ય પણ પહેલા કરતા સારું રહેશે.
- જો તમને કોઈ રોગ લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે, તો તે દૂર થઈ જશે.
- અવિવાહિતો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે.
- આ સિવાય જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને ક્યાંકથી ખૂબ સારી ઓફર મળી શકે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)