દશેરા પર ખરીદી કરવી શુભ કેમ માનવામાં આવે છે ?

દશેરા પર સોનું, ચાંદી, મકાન વગેરે જેવી વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે. આ સિવાય જો તમે ભાગ્યનો સાથ મેળવવા માંગતા હોવ તો દશેરા પર તમારે આ 6 વસ્તુઓમાંથી કોઈ એક ખરીદવી જોઈએ. તેનાથી તમારું ભાગ્ય મજબૂત બને છે.

દશેરા પર ખરીદી માટેનો શુભ સમય

દશેરાનો તહેવાર 12 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. 12 ઓક્ટોબરે રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ છે.

દશમી તિથિએ કોઈપણ સમયે અને સ્થળે ખરીદી કરી શકો છો. દશેરા પર કંઈપણ ખરીદવું શુભ માનવામાં આવે છે.

નવા વાહનની ખરીદી
નવમી અને દશેરા પર કોઈપણ નવું વાહન ખરીદવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. એક પૌરાણિક માન્યતા છે કે નવમી અને દશેરા પર વાહન ખરીદવાથી તમારા જીવન પર સારી અસર પડે છે અને આ ખરીદી તમારી સંપત્તિમાં વધારો કરે છે.

મિલકતની ખરીદી
દશેરા એ નવું ઘર ખરીદવા માટે શુભ દિવસ છે. આ સમયે તમે ઘર બુક કરાવી શકો છો. વાસ્તુ નિષ્ણાતો માને છે કે નવરાત્રિ દરમિયાન દૈવી ઉર્જા પુષ્કળ પ્રમાણમાં હાજર હોય છે. તેથી નવું ઘર ખરીદવાથી પરિવાર માટે સમૃદ્ધી બની રહે છે.

પિત્તળનો કલશ ખરીદવો શુભ
દશેરા પર પિત્તળનો કલશ ખરીદવો શુભ માનવામાં આવે છે. એક પૌરાણિક માન્યતા છે કે કુબેર પિત્તળના કલરમાં વાસ કરે છે. જેથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે.

ચાંદીના સિક્કા ખરીદવા શુભ
દશેરા પર ચાંદીનો સિક્કો ખરીદ્યા પછી તેને દેવી દુર્ગાના ચરણોમાં મૂકો અને ચાંદીના સિક્કા પર રોલી અને ચોખા લગાવો અને દેવી દુર્ગાના ચરણોમાં અર્પણ કરો. આ પછી આ સિક્કાને તમારા પર્સમાં રાખો. તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.

કામધેનુની મૂર્તિ ખરીદવી શુભ
દશેરા પર કામધેનુની મૂર્તિ ખરીદવી શુભ માનવામાં આવે છે. કામધેનુ ઈચ્છા પૂરી કરનારી ગાય કહેવાય છે. માન્યતા અનુસાર જો તમારી કોઈ ઈચ્છા અધૂરી રહી જાય અથવા તમારી પાસે પૂરતા સંસાધનો ન હોય તો કામધેનુ ગાય ખરીદવાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)