નવરાત્રિ દરમિયાન અષ્ટમી અને નવમીના દિવસોમાં ઘણા લોકો તેમના ઘરે પૂજા કરે છે. અને માતાજીને ભોગ ધરાવે છે. ત્યારે આ નિમિત્તે તમે મગની દાળનો હલવો પણ બનાવી શકો છો. ચાલો જાણીએ તેને બનાવવાની સરળ રેસિપી.
મગની દાળનો હલવો બનાવવાની રીત (Moong Dal Halwa Banavani rit)
- મગની દાળનો હલવો બનાવવા માટે પલાળેલી મગની દાળમાંથી વધારાનું પાણી કાઢીને તેને મિક્સરમાં બરછટ પીસી લો.
- અડધો ગ્લાસ ગરમ દૂધ અને તેમાં કેસર નાખીને એક બાજુ મુકી દો.
- હવે એક નોન-સ્ટીક પેનમાં ઘી મૂકી ધીમી આંચ પર ગરમ કરો.
- તેમાં સોજી ઉમેરો અને તેને ધીમી આંચ પર સોનેરી રંગ ના થાય ત્યાં સુધી શેકો.
- પછી તેમાં મગની દાળનું મિશ્રણ ઉમેરો અને તેને ધીમી આંચ પર લગભગ 20 મિનિટ સુધી પકાવો.
- જ્યારે કાચી વાસ બંધ થઈ જાય ત્યારે સમજી લો કે દાળનું મિશ્રણ પાકી ગયું છે.
- હવે તેમાં દૂધ અને થોડું ગરમ પાણી ઉમેરો અને 10-15 મિનિટ સુધી હલાવતા રહો.
- આ પછી તેમાં ખાંડ મિક્સ કરીને તેને પકાવો અને દૂધમાં અડધી ચમચી એલચી પાવડર અને કેસર નાખીને જે મિશ્રણ બનાવ્યું હતું તે પણ ઉમેરો.
- હવે તેને ગેસ પરથી ઉતારી લો, ત્યારબાદ ઉપર ઝીણી સમારેલી બદામ નાખીને ગરમા-ગરમ સર્વ કરો.