કોથમરી અને સીંગની ચટણી બનાવવાની રેસિપી

ગુજરાતી ઘરોમાં અનેક પ્રકારની ચટણીઓ બનતી હોય છે. આજે તમને કોથમરી અને સીંગની ચટણી (Kothmir ane Magfali ni Chutney) કેવી રીતે બનાવવી તેની રેસિપી જણાવશે. આ ચટણી ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો કોથમરી અને સીંગની ચટણી.

ચટણી માટે જરૂરી સામગ્રી (Coriander Chutney Recipe)

  • લીલું મરચું
  • આદુ
  • લસણ
  • જીરું પાવડર
  • મીઠું
  • શેકેલી મગફળી
  • લીંબુનો રસ
  • દહીં
  • કોથમરી
  • પાણી

બનાવવાની રીત

સૌથી પહેલા કોથમીરને સારી રીતે ધોઈ લો.
હવે મિક્સરમાં લીલા મરચાં, આદુ, લસણ, જીરું, મીઠું, શેકેલી સીંગ, લીંબુનો રસ, દહીં, લીલા ધાણા અને પાણી ઉમેરીને મિક્સ કરો.
હવે આ બધી વસ્તુઓને સારી રીતે પીસી લો. ચટણી જાડી હોવી જોઈએ.
તમે તમારી પસંદગી મુજબ પાણીનું પ્રમાણ વધારી કે ઘટાડી શકો છો.
તૈયાર છે તમારી મગફળીમાંથી બનાવેલી કોથમીરની ચટણી.