પેટ અને કમરની આસપાસની ચરબી ઓછી કરવા માંગો છો? આ ઘરેલું ઉપચાર કરશે કામ; થઈ જશો એકદમ ફિટ

આજકાલના સમયમાં લાઈફસ્ટાઈલ અને વર્ક બેલેન્સને કારણે વજન વધવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જો કે, વધેલું વજન ઘણી બધી સમસ્યાઓને આમંત્રણ આપે છે. તે શરીરમાં ઘણી સમસ્યાઓનું કારણ પણ બને છે. ત્યારે આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છે, જે શરીરની ચરબીને ઝડપથી ઘટાડવામાં મદદ કરી શકે છે.

વધતા વજનને કારણે ડાયાબિટીસ, હાઈ બીપી, હૃદય રોગ સહિત અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ શરૂ થઈ શકે છે.

આવી સ્થિતિમાં વધતા વજનને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે.

વજન ઘટાડવાના ઘરગથ્થુ ઉપચાર

લીંબુ અને મધ

લીંબુમાં વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ અને મેટાબોલિઝમ વધારે છે. જ્યારે મધમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને ડીટોક્સ કરે છે. હુંફાળા પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પીવો.

કોથમીર અને અજવાઈન

કોથમીર અને અજવાઈન બંને પાચનમાં સુધારો કરવાની સાથે ગેસ અને અપચો ઘટાડે છે. કોથમીર અને અજવાઈનના બીજને પીસીને પાવડર બનાવો. તેને ચા અથવા પાણીમાં મિક્સ કરીને પણ પી શકાય છે.

જીરું પાણી

જીરું પાચન સુધારવાની સાથે મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું પલાળી દો. આ પાણીને સવારે ખાલી પેટ પીવો. તેમાં થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકાય છે.

આમળા

આમળા વિટામિન સીનો ખૂબ સારો સોર્સ છે. તે પાચનમાં સુધારો કરવાની સાથે મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. તમે આમળાનો રસ પી શકો છો, આમળાનો મુરબ્બા ખાઈ શકો છો અથવા આમળા પાવડર પાણીમાં ભેળવીને પી શકો છો.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)