આલિયા ભટ્ટ પર ભારે પડ્યાં રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી

વિકી વિદ્યા કા વો વાલા વિડિયો પાસે ડબલ ડિજિટની અપેક્ષા હતી, પણ બિઝનેસ માત્ર ૫.૭૧ કરોડ રૂપિયા

રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીને ચમકાવતી કૉમેડી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વાે વાલા વિડિયો’એ પહેલા દિવસે ભારતમાં બૉક્સ-ઑફિસ પર ૫.૭૧ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. આ ફિલ્મના ટ્રેલરને સારો રિસ્પૉન્સ મળ્યો હતો અને ‘સ્ત્રી 2’ની સફળતાનો ફાયદો રાજકુમાર રાવની આ ફિલ્મને મળવાની ધારણા હતી એ જોતાં શરૂઆત અપેક્ષા મુજબની નથી રહી.

શનિવારે દશેરાની રજા હતી અને આજે રવિવાર છે એટલે એનો ફાયદો મળશે જ. બાકી સોમવારે નક્કી થઈ જશે આ ફિલ્મનું ભવિષ્ય.

જિગરાને પહેલે દિવસે પાંચ કરોડ પણ ન મળ્યા

આલિયા ભટ્ટની લેટેસ્ટ ફિલ્મ ‘જિગરા’ પહેલા દિવસે બૉક્સ-ઑફિસ પર અપેક્ષા કરતાં ઊણી ઊતરી છે. પોતાના ભાઈને જેલમાંથી છોડાવવા કંઈ પણ કરી છૂટતી બહેનની વાર્તા કહેતી આ ફિલ્મે ભારતમાં પહેલા દિવસે માત્ર ૪.૫૫ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન મેળવ્યું છે. શનિવારે દશેરાની રજા હતી અને આજે રવિવાર છે એટલે કલેક્શનમાં વધારો થવાની ધારણા હતી. બાકી સોમવારે આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર શું ઉકાળે છે એના આધારે એનું ભાવિ નક્કી થઈ જશે.