નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (Nationalist Congress Party – NCP)ના નેતા અને ત્રણ વખત કૉન્ગ્રેસ (Congress)ના વિધાનસભ્ય રહી ચૂકેલા ૬૬ વર્ષના બાબા સિદ્દીકી (Baba Siddique)ની ગઈકાલે રાત્રે બાંદરા (Bandra) ઈસ્ટમાં ખેરવાડી જંક્શન (Kherwadi Junction) પાસે ગોળી મારીને હત્યા (Baba Siddique Murder) કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીના નિધનના સમાચાર મળ્યા બાદ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)એ બિગ બોસ ૧૮ (Bigg Boss 18)નું શૂટિંગ કેન્સલ કર્યું હતું અને રાત્રે જ તે લીલાવતી હૉસ્પિટલ પહોંચી ગયો હતો.
આ મુશ્કેલીના સમયમાં તેના અંગત મિત્ર બાબા સિદ્દીકીના પરિવારની પડખે ઉભો રહ્યો હતો. બાદમાં સલમાન ખાને, બાબા સિદ્દીકીનાના દીકરા જીશાન સિદ્દીકી (Zeeshan Siddique)ને પણ સાંત્વના આપી હતી.
બૉલિવૂડનો ‘ભાઈજાન’ સલમાન ખાન બાબા સિદ્દીકીની ખુબ નજીક હતો. સલમાન ખાન, જે છેલ્લે `ટાઈગર 3` (Tiger 3) માં જોવા મળ્યો હતો, તે હાલમાં `બિગ બોસ` સીઝન ૧૮નો હોસ્ટ છે. અભિનેતા આ શો માટે શૂટિંગ કરી રહ્યો હતો જ્યારે તેને તેના નજીકના મિત્ર અને રાજકીય નેતા, બાબા સિદ્દીકીના નિધન વિશે જાણ થઈ. તેણે તાત્કાલિક `બિગ બોસ` સીઝન ૧૮નું શૂટિંગ કેન્સલ કરી દીધું હતું અને તે લીલાવતી હૉસ્પિટલ પહોંચી ગયો હતો. બાદમાં તેણે બાબા સિદ્દીકીનાના દીકરા જીશાન સિદ્દીકીની પણ મુલાકાત લીધી હતી અને તેને સાંત્વના આપી હતી.
બાબા સિદ્દીકીનો મુંબઈના રાજકારણથી લઈને બોલિવૂડ (Bollywood) સુધી પ્રભાવ હતો. તેમની ઈફ્તાર પાર્ટી (Baba Siddique Iftar Party)માં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો થતો હતો. રમઝાન દરમિયાન તેમના દ્વારા આયોજિત ઇફ્તાર પાર્ટીઓમાં સલમાન ખાન, શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને આમિર ખાન (Aamir Khan) જેવા કલાકારો હંમેશા હાજરી આપે છે. બાબા સિદ્દીકી સમગ્ર ફિલ્મ ઉદ્યોગના લોકો સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તેમની ઇફ્તાર પાર્ટીઓ સેલિબ્રિટી મેળાવડાના પ્રસંગો બનતી હતી.
વર્ષ ૨૦૧૩માં યોજાયેલી બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટી સૌથી યાદગાર હતી. કારણકે તે વર્ષે ઇફ્તાર પાર્ટીમાં કંઈક એવું બન્યું હતું જે જોઈને માત્ર બૉલિવૂડ જ નહીં પરંતુ બૉલિવૂડના ચાહકો પણ ખુશખુશ થઈ ગયા હતા. વર્ષ ૨૦૧૩ની ઇફ્તાર પાર્ટીમાં બાબા સિદ્દીકીએ બૉલિવૂડના બે ખાન સલમાન ખાન અને શાહરુખ ખાન વચ્ચેના અબોલાનો અંત લાવ્યો હતો. બાબા સિદ્દીકી અને તેમની ઇફ્તાર પાર્ટીએ શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડાને ઉકેલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
સલમાન ખાન સિવાય બૉલિવૂડમાંથી શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty Kundra), સંજય દત્ત (Sanjay Dutt) પહોંચ્યા હતા બાબા સિદ્દીકીના પરિવારને મળવા માટે. મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) અને અજિત પવાર (Ajit Pawar) બાબા સિદ્દીકીના પરિવારને મળવા લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યા હતા.