ઑક્ટોબર માસમાં કેટલાક મહત્વપૂર્ણ ગ્રહો છે કે જેઓ પોતાની ન માત્ર ચાલ બદલે છે પરંતુ રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. આ મહિન 3 ઓક્ટોબરથી શનિદેવ પોતાનું નક્ષત્ર બદલીને શતભિષામાં સંક્રમણ કરી રહ્યા છે, જ્યારે ગુરુ 9 ઓક્ટોબરથી વક્રી થઈ ગયો છે. 10 ઓક્ટોબરે બુધ ગ્રહે પણ તેની રાશિ બદલી છે અને 13 ઓક્ટોબરથી શુક્ર પણ તેની ચાલ બદલશે.
દ્વિદ્વાદશ દ્રષ્ટિથી કોનું બદલાશે નસીબ
આ મહિનામાં, વૈદિક જ્યોતિષશાસ્ત્રના બે પ્રભાવશાળી ગ્રહો, મંગળ અને ગુરુ, એકબીજા પર ‘દ્વિદ્વાદશ દૃષ્ટિ’ મૂકી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, દ્વિદ્વાશ દ્રષ્ટિને ‘દ્વિદ્વદશ યોગ’ પણ કહેવામાં આવે છે. આ એક શુભ યોગ છે, જે કોઈ પણ બે ગ્રહો એકબીજાથી બીજા અને બારમા ભાવમાં હોય ત્યારે બને છે. જ્યોતિષીય ગણિતની વાત કરીએ તો, આ દ્રષ્ટિ અથવા યોગ ત્યારે બને છે જ્યારે ગ્રહો એકબીજાથી 30° ની સ્થિતિમાં આગળ વધે છે. આ દ્રષ્ટિ એકદમ ફળદાયી હોવાનું કહેવાય છે. આ મહિને 14 ઓક્ટોબર, 2024થી મંગળ અને ગુરુના બારમા ભાવને કારણે 3 રાશિના લોકો પૈસાદાર બની શકે છે. ત્યારે આવો જાણીએ કઇ ત્રણ રાશિઓ છે નસીબદાર
મેષ
- મંગળ અને ગુરુની દ્રષ્ટિથી મેષ રાશિના જાતકોનું જીવન સાનુકૂળ રહે તેવી શક્યતા છે.
- આવકના નવા સ્ત્રોત બહાર આવશે. તમને નવી નોકરી મળી શકે છે, તમને તમારી વર્તમાન નોકરીમાં પ્રમોશન મળી શકે છે.
- રોકાણથી સારી આવક મળી શકે છે. વેપારમાં નફામાં વધારો થશે. નવા ગ્રાહકોને મળશે.
- કમાણીની બાબતમાં આત્મવિશ્વાસ વધશે. નાણાકીય લાભની નવી તકો મળશે.
- વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસની શક્યતા છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
- સ્વાસ્થ્ય સારું રહેશે.
કર્ક
- કર્ક રાશિના લોકો માટે મંગળ અને ગુરુની બેવડી દ્રષ્ટિ જીવનના દરેક ક્ષેત્રને પ્રભાવિત કરશે.
- કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી થઇ શકે.
- પગારમાં વધારો થઈ શકે છે. ઇચ્છિત જગ્યાએ ટ્રાન્સફર થઇ શકે.
- ઉદ્યોગોમાં ઉત્પાદનમાં વધારો થશે. જૂના ગ્રાહકો પાછા આવશે.
- રોકાણથી સારો ફાયદો થશે. પૈસા કમાવવાની નવી તકો મળશે.
- વિદ્યાર્થીની કારકિર્દીમાં પ્રગતિ થશે અને તેને સારી કોલેજમાં પ્રવેશ મળી શકશે.
- સંબંધો વધુ મજબૂત થશે. લગ્નની શક્યતાઓ છે.
ધન
- મંગળ અને ગુરુ દ્વારા રચાયેલા દ્વિદ્વદશ યોગની શુભ અસર ધન રાશિના જાતકો પર સકારાત્મક અસર કરશે.
- તમને સરકારી નોકરીમાં પ્રમોશન મળી શકે છે.
- ખાનગી કંપનીઓમાં કામ કરતા લોકોને બોનસ અથવા પુરસ્કાર મળી શકે છે. કમિશન વધી શકે છે.
- બિઝનેસમાં નવી પ્રોડક્ટ્સ લોન્ચ થશે. બજાર વિસ્તરશે.
- ધંધાકીય દેવાથી રાહત મળી શકે છે. મિલકતમાંથી લાભ થશે.
- વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે.
- વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ રહેશે.
- પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)