બીટના જ્યુસના ફાયદા: બીટરૂટમાં રહેલા પોષક તત્વોને કારણે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા લોકો તેને સલાડ તરીકે ખાય છે તો અનેક લોકો તેનું જ્યુસ પીવે છે. દરરોજ સવારે બીટરૂટનો રસ (Beetroot Juice) પીવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. અનેક પોષક તત્વોથી ભરપૂર બીટરૂટ ઘણા રોગોથી બચવામાં મદદ કરે છે.
દરરોજ બીટરૂટનો રસ પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. ત્યારે આવો આ આર્ટિકલમાં જાણીએ બીટરૂટના રસના ફાયદાઓ અને તેને કેમ પીવો જોઈએ.
બીટના જ્યુસના ફાયદા
બીપીને કંટ્રોલ કરે છે
- બીટરૂટમાં નાઈટ્રેટ્સ હોય છે, જે શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડમાં પરિવર્તિત થાય છે અને રક્તવાહિનીઓને ફેલાવે છે.
- તેનાથી લોહીનો પ્રવાહ સુધરે છે અને બીપી કંટ્રોલમાં રહે છે.
- હાયપરટેન્શનના દર્દીઓ માટે બીટરૂટનો રસ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કોલેસ્ટ્રોલ ઘટાડે છે
- બીટરૂટના રસમાં ફાયટોન્યુટ્રિઅન્ટ્સ મળી આવે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં ઘણી મદદ કરે છે.
- ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું હોવાને કારણે બ્લૉક થયેલી ધમનીઓની સમસ્યા ઓછી થાય છે અને સાથે જ દિલની બીમારીઓનું જોખમ ઘટી જાય છે.
- બીટરૂટનો રસ પીવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઓછું થાય છે.
લીવર માટે ફાયદાકારક છે
- બીટરૂટનો રસ લીવરને ઓક્સિડેટીવ નુકસાનથી બચાવે છે, જે સોજો ઘટાડે છે.
- તે ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. તેથી, બીટરૂટનો રસ પીવાથી લીવરને નુકસાન થવાનું જોખમ પણ ઓછું થાય છે.
એનિમિયા અટકાવે છે
- બીટરૂટમાં આયર્ન મળી આવે છે, જે લાલ રક્તકણો (Red Blood Cells) બનાવવામાં મદદ કરે છે.
- આયર્ન હિમોગ્લોબિન બનાવે છે, જેની મદદથી લાલ રક્તકણો શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજન પહોંચાડે છે, પરંતુ આયર્નની ઉણપને કારણે હિમોગ્લોબિન ઘટવા લાગે છે અને એનિમિયા થઈ શકે છે.
- બીટરૂટનો રસ પીવાથી શરીરમાં આયર્નની ઉણપ નથી થતી અને એનિમિયાથી બચી શકાય છે.
સોજો ઘટાડે છે
- બીટરૂટના રસમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે, જે શરીરમાં સોજો ઘટાડે છે.
- બીટરૂટનો રસ પીવાથી ઈન્ફ્લેમેટરી રોગો સામે લડવામાં ઘણી મદદ મળે છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે
- બીટરૂટના રસમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે અને તેમાં ફેટ્સ પણ હોતી નથી.
- તેને પીવાથી તંદુરસ્ત વજન જાળવવામાં ઘણી મદદ મળે છે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)