માતા ખોડિયાર તો એક નારીની કુખે જન્મેલ અને પોતાના ગુણિયલ વ્યક્તિત્વ અને સતીત્વના પ્રતાપે વ્યાપક લોકસમાજમાં પૂજાતી એક શુદ્ધ લોકદેવી છે. એક ચારણકન્યા દૈવી શક્તિથી ખોડિયાર માતા રૂપે સમાજમાં પ્રતિષ્ઠિત થાય છે. ‘નારી તું નારાયણી’ ઉિકત સાર્થક થાય છે. જીવતી-જાગતી દૈવી નારીશક્તિ એટલે માતા ખોડિયાર.
૬૦૦ વર્ષ પૂર્વે, રાજસ્થાનના જેસલમેર પાસેના ગામમાં નિ:સંતાન ચારણના ઘેર શિવ-પાર્વતીના વરદાનથી જન્મેલી સાત બહેનોમાં સૌથી નાની તે ખોડિયાર. પાર્વતીની કૃપાથી જન્મ થયો હોઈ તે પાર્વતીદેવીનો અંશાવતાર મનાય છે. બાળપણથી જ આઈ ખોડલે અનેક પરચા બતાવેલા, એવી કથાઓ મળે છે. ચારણ-સમાજની આ કુળદેવી વ્યાપક સમાજમાં ‘લોકમાતા’ તરીકે પ્રસિદ્ધ છે. તે ‘કિળયુગની જાગતી, ખમકારા લેતી દેવી’ કહેવાય છે. એક ઉિકત પ્રસિદ્ધ થઈ છે : ‘ખોડલ તણું ખોટું નહિ, ખોટાની ખોડિયાર નહિ.’ ખોડિયાર માનો ગરબો માનીને કે સવા પાલી કે સવા મણ સાની કે લાપસીની બાધા રાખીને શ્રદ્ધાળુઓ સંપાનપ્રાપિ્ત જેવી મનોકામનાઓ પૂર્ણ કરે છે.
માતા ખોડિયાર મુખ્યત્વે ધરાની દેવી મનાય છે; તેથી એનાં સ્થાનકો પણ મોટે ભાગે કોઈ ધરાના કિનારે હોય છે. ખોડિયાર માતાનું વાહન છે ધરામાં રહેતો મગર. પયૉવરણની સુરક્ષામાં સહાયક અને પ્રચંડ તાકાતના પ્રતીક સ્વરૂપ મગરને ખોડિયારે વાહન તરીકે સ્વીકાર્યો. ત્રશિૂળ એમનું આયુધ છે.
ઉત્તર ગુજરાતના સમી તાલુકાનું વરાણા ગામ આઈ ખોડિયારનું પ્રાચીન અને પ્રસિદ્ધ સ્થાનક છે. એવું કહેવાય છે કે રાજસ્થાનથી સૌરાષ્ટ્ર બાજુ જતાં, વચ્ચે માતાજી વિઢયાર પંથકના વરાણામાં ઉતયાઁ હતાં. તે સમયે ત્યાંના ભોળા ગોવાળ નામના ચારણે માતાજીને ગોખમાં પ્રતિષ્ઠિત કરેલાં. વરાણામાં પ્રતિષ્ઠિત થવાથી તે ‘વારુડી’ દેવી પણ કહેવાય છે.
મહા સુદ આઠમ ખોડિયારનો પ્રાગટÛ દિવસ મનાય છે. પ્રતિવર્ષ વરાણામાં મહાસુદમાં ભવ્ય લોકમેળો ભરાય છે. માતાજીને તલની સાની ચઢાવાય છે. થોડાંક વર્ષ પૂર્વે, જીણોgદ્ધાર દ્વારા નવનિમૉણ પામીને વરાણામાં માતાજીનું ભવ્ય મંદિર બન્યું છે. સૌરાષ્ટ્રના ગોહિલવાડ વિસ્તારના રાજપરાના પાદરે તાંતણિયા ધરાના કાંઠે તો માતાજીનું અત્યંત પ્રસિદ્ધ સ્થાનક શોભે છે.
કહેવાયું છે : ‘તાંતણિયે ત્રશિૂળવાળી, ખમકારા કરતી ખોડલી.’ રાજપરામાં માતાજીની સ્થાપના ભાવનગર-નરેશ ગોહિલ વખતસિંહે કરેલી. સૌરાષ્ટ્રમાં રાજપરા ઉપરાંત ધારી, લાઠી, તળાજા વગેરેમાં તેમજ ગુજરાતના આણંદ પાસેના લાંભવેલમાં તેમજ અન્યત્ર ખોડિયાર માનાં અનેક મંદિરો બંધાયાં છે. ચારણ-સમાજમાં જ નહિ, પણ આ દેવી તો ગામડે-ગામડે લગભગ તમામ કોમોમાં વ્યાપી ગયાં છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ. )