અમિતાભ બચ્ચન બર્થડે, મુંબઇમાં 5 બંગલાના માલિક બીગ બી પાસે કેટલી સંપત્તિ છે જાણો

અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબર પોતાનો 82મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર કહેવામાં આવે છે, પરંતુ સફળતાના શિખર પર પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. અમિતાભ બચ્ચનને બોલીવુડમાં ઘણા વિતી ચૂક્યા છે. ફેન ફોલોઇંગ દર વર્ષે સતત વધતી જાય છે. અમિતાભ બચ્ચનનું નામ ઇન્ડસ્ટ્રીના અમીર કલાકારોમાં આવે છે.

તેની પાસે ઘણા બંગલા છે, પરંતુ એક સમય હતો જ્યારે તેમની પાસે રહેવા માટે ઘર પણ ન હતું અને તે મુંબઈની મરીન ડ્રાઈવ પર સૂતા હતા, જ્યાં ઘણા બધા ઉંદરો ફરતા હતા.

વીર સંગાવ સાથે વાત કરતાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, જ્યારે તેમણે ફિલ્મ કરિયર શરૂ કરી હતી ત્યારે તેઓ જાહેરાત કરવાની વિરુદ્ધ હતા, તેમનું સમગ્ર ધ્યાન માત્ર અભિનેતા બનવા પર હતું. તેની પાસે કામ ન હોવા છતાં, તે જાહેરાત કરવા માંગતો ન હતો, તેથી તેમણે એક વખત જાહેરાત કંપની તરફથી 10000 ની ઓફર નકારી કાઢી હતી. Amitabh Bachchan With Family: અમિતાભ બચ્ચન સાથે પત્ની જયા બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન પુત્રવધુ એશ્વર્યા રાય બચ્ચન અને દીકરી શ્વેતા બચ્ચન નંદા. (Photo: @amitabhbachchanoffical)

Amitabh Bachchan Film Career : અમિતાભ બચ્ચન મરીન ડ્રાઇવર પર સુવા મજબૂર

આ ઉપરાંત 1999માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન અમિતાભ બચ્ચને પોતાના કરિયરના શરૂઆતના દિવસોને યાદ કરીને જણાવ્યું હતું કે તેઓ કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવતા હતા. જ્યારે તેમની કંપની એબીસીએલ (અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ) ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તેમણે જાહેરાત શરૂ કરી હતી. બચ્ચને કહ્યું હતું કે 1960ના દાયકામાં જ્યારે તેમની પાસે કોઇ કામ ન હતું, પરંતુ ડ્રાઇવિંગ લાઇસન્સ હતું અને તેમણે વિચાર્યું હતું કે તે ઘર ચલાવવા માટે કેબ ડ્રાઇવર બની શકે છે.

આ વિશે વાત કરતાં અમિતાભે કહ્યું હતું, ‘હું ડ્રાઇવિંગ લાઇસન્સ લઈને બોમ્બે આવ્યો હતો, અને બસ આટલું જ હતુ. જેમાં કહેવામાં આવ્યું હતું કે જો હું એક્ટર નહીં બનું તો હું કેબ ચલાવીશ. જો કે, તેમનો સંપૂર્ણ ફોકસ એક્ટિંગ પર હતો. અમિતાભે કહ્યું હતું કે એ વખતે એમની પાસે રહેવા માટે કોઇ જગ્યા નહોતી એટલે એ મરીન ડ્રાઇવ પર બાંકડા પર સૂતા હતા.

‘મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી, તમે જાણો છો કે મિત્ર સાથે તમે મર્યાદિત સમય સુધી જ રહી શકો છો, કારણ કે તું બળજબરીથી તેમના ઘરમાં ઘુસી શકતા નથી. તેથી મેં મારા જીવનનો અમુક સમય મોટા ઉંદરો સાથે મરીન ડ્રાઇવની બેંચ પર વિતાવ્યો છે.”

Amitabh Bachchan Net Worth : અમિતાભ બચ્ચન પાસે કેટલી સંપત્તિ છે?

અમિતાભ બચ્ચન ફિલ્મ કરિયરની શરૂઆતમાં મરીન ડ્રાઈવ પર સુવા મજબૂર થયા હોય, પરંતુ વર્ષો સુધી મહેનત કર્યા બાદ આજે તેમની પાસે આલીશાન બંગલાઓ છે. જલસા, પ્રતીક્ષા, જનક, વત્સ સહિતકુલ 5 બંગલા છે, જેની બજાર કિંમત કરોડો રૂપિયા છે. રાજ્યસભાની ચૂંટણી સમયે અમિતાભ બચ્ચનની પત્ની અભિનેત્રી જયા બચ્ચને આપેલા સોગંદનામામાં બંનેની સંપત્તિની વિગતો હતી.

જયા બચ્ચન એ પોતાની સંપત્તિ તેમજ અમિતાભ બચ્ચનની સંપત્તિ જાહેર કરી હતી, જે કુલ 2,73,74,590 રૂપિયા હતી અને અમિતાભ બચ્ચનનું એકાઉન્ટ બેલેન્સ 120,45,62,083 રૂપિયા જણાવવામાં આવ્યું હતું. અમિતાભ બચ્ચન પાસે 54.77 કરોડની જ્વેલરી છે અને તેમની પાસે 16 કાર છે.