હેડમાસ્તર(ફોન પર ) : તમારો છોકરો સ્કૂલમાં
બહુ તોફાન કરે છે…
સ્કુલમાં રુબરુ મળી જાઓ…!!
છોકરાનો બાપ : એ તો ઘરમાં પણ એટલા જ
તોફાન કરે છે…
અમે કોઈ દિવસ તમને બોલાવ્યા..??
😅😝😂😜🤣🤪
એક રિટાયર્ડ કાકા એક પ્રોવિઝન સ્ટોર માં ગયા
અને સ્ટોર ના છોકરાં ને કહ્યું…
“મને મૈસુર ની દાળ 742 નંગ આપ”…
એકપણ શબ્દ બોલ્યા વગર સ્ટોર ના છોકરા એ
200 ગ્રામ દાણા તોલી ને આપી દીધા..
એ રિટાયર્ડ કાકા એ આશ્ચર્ય સાથે કહ્યું કે…
આમાં 742 દાણા જ છે ?
છોકરા એ હા પાડી અને કહ્યું કે.. ઘરે જઈ ગણી લેજો..
કારણ કે મારા બાપા એ 3710 એક કિલો માં આવે છે
એવું ગણી લીધું છે..
એટલે 200 ગ્રામ માં 742 દાણા જ આવશે…
એ રિટાયર્ડ કાકા એ પૂછ્યું… તારા પિતાજી શુ કરે છે ?
છોકરા એ કહ્યું… એ તમારી જેમ રિટાયર્ડ છે,
નવરા બેઠા આવા જ ધંધા કર્યા કરે છે…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)