આજે બનાવો તીખા તમતમતા લસણિયા ગાંઠિયા, વાંચો રેસિપી

ગુજરાતમાં ગાંઠિયાની વાત ન આવે તેવું બને નહીં. દરેક ઘરમાં અલગ અલગ પ્રકારના ગાંઠિયા બનતા હોય છે. આજે લસણીયા ગાંઠિયા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને જણાવશે.

લસણીયા ગાંઠિયા બનાવવાની સામગ્રી (Lasaniya Gathiya Ingredients)

  • ચણાનો લોટ,
  • મીઠું,
  • હળદર,
  • લસણ
  • લાલ મરચું પાવડર,
  • હિંગ,
  • સંચળ,
  • અજમો,
  • ચિલી ફ્લેક્સ,
  • તેલ,
  • લીંબુ.

લસણીયા ગાંઠિયા બનાવવાની રીત

  • સૌ પ્રથમ લસણ અને લાલ મરચું પાવડર ખાંડીને ચટણી બનાવો લો. હવે એક મોટી તપેલીમાં ચણાનો લોટ ચાળી અને તેમાં ખાંડેલ લસણની ચટણી, અજમો, મીઠું, મરચુ, હીંગ, તેલ નાખી મિક્સ કરી લો.
  • હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ગાંઠીયાનો લોટ બાંધી લો. પછી ગાઠીયા પાડવાના ઝારા વડે ગાંઠિયા પાડી દો અથવા સંચા પર તેલ લગાવી ગાંઠીયાનો લોટ તેમાં ભરીને સંચાને બંધ કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ગાંઠીયા પાડીને ધીમા ગેસ પર ગાંઠીયા તળી લો.
  • હવે ગાંઠિયા ક્રિસ્પી થઈ જાય એટલે બહાર કાઢી લો. તૈયાર છે લસણીયા ગાંઠિયા,તમે સર્વ કરી શકો છો.