ઘરની સફાઇમાં જોજો ક્યાંક બીમાર ન થઇ જતા, રાખો સાવચેતી

નવરાત્રિ પુરી એટલે દરેક ઘરમાં દિવાળીની તૈયારીઓ તેજ કરી દેવામાં આવે છે. સૌથી પહેલા તો ઘરની સાફ સફાઇ. ઘરમાં રંગરોગાન કરાવવામાં આવે છે. નવી ગૃહ સુશોભનની વસ્તુઓ લાવવામાં આવે છે. નવી સોફાના કવર, બેડશીટ, પડદા અને બીજુ ઘણુ બધુ લાવવામાં આવે છે. જેથી ઘરનો લુક નવો નવો લાગે. પરંતુ ઘર નવુ ત્યારે જ લાગે ત્યારે જૂના અને નકામા કચરાને તમે ઘરની બહાર કાઢો.

આ માટે સફાઇ તો કરવી જ પડે.

ધ્યાન રાખીને કરો સાફ સફાઇ

ઘરની સફાઇ કરતી વખતે ધ્યાન રાખો કે તમારા વાળ, હાથ, ચહેરા અને આંખની ખાસ કાળજી રાખવી. કારણ કે સાફ સફાઇ દરમિયાન ધૂળ આંખોમાં જવાથી નુકસાન થઇ શકે છે. વાળમાં પણ તેલ નાંખવુ જોઇએ. સ્કિન પર પણ સારી રીતે ક્રિમ લગાવવુ જોઇએ. સફાઇ કર્યા બાદ તો નખ ચોક્કસથી સાફ કરવા. બને તો માથા પર ધુપટ્ટો બાંધી લેવો. એક જ દિવસમાં ઘરની સફાઇ આખી થઇ જાય તેવુ ન વિચારો. ઓછામાં ઓછા 3-4 દિવસ તો આયોજન કરો. એક બાદ એક ઘરનો ખૂણો સાફ કરવા કાઢો.

નકામી વસ્તુઓ કાઢી નાંખો

  • દિવાળી માટે સફાઈ કરતા પહેલા ઘરની બિનજરૂરી વસ્તુઓને ફેંકી દો. જો તમારા ઘરમાં તૂટેલા વાસણો, ક્રોકરી, જૂના ચંપલ પડ્યા હોય તો તેને પહેલા બહાર ફેંકી દો.
  • ઘરમાં રાખેલા જૂના કપડાને કોઇ પહેરી શકે તેવી વ્યક્તિને આપી દો
  • ઘરમાં ઓઢવાનું તથા ગાદલા સહિતની વસ્તુઓને તડકામાં તપાવો.
  • કબાટમાંથી નકામી વસ્તુઓને તાત્કાલિક અસરથી મૂકીને ખાલી કરો
  • તમે જે કપડાં અને શૂઝ ઓછા પહેરો છો તેને એક બોક્સમાં પેક કરો અને તેને અલગ રાખો.

સફાઈ માટે સુતરાઉ કપડાંનો ઉપયોગ કરો

ઘરની સફાઈ માટે સુતરાઉ કપડાંનો ઉપયોગ કરો. સફાઈ શરૂ કરતા પહેલા, બ્રશ, કાપડ, ડિટર્જન્ટ, સ્પોન્જ, બેકિંગ પાવડર, વિનેગર જેવી વસ્તુઓ તમારી સાથે રાખો. આ પછી, સૌથી પહેલા ઘરમાંથી પડદા, કુશન, કાર્પેટ હટાવી દો. પછી ઘરમાંથી ધૂળ અને ગંદકી સાફ કરો.

આ રીતે સફાઇ કરો

  • ઘરને સાફ કરવા માટે સૌથી પહેલા કરોળિયાના જાળા કાઢી નાખો.
  • ઘરના બારી બારણા પરથી ધૂળ સાફ કરી લો
  • પંખાને પણ સાફ કરી લો
  • દિવાલ અને સિલિંગ પરથી જાળા સાફ કર્યા પછી તમે દિવાલ લૂંછી શકો
  • બારી બારણાને તમે પાણીથી ધોઇ લો.
  • હવે સુતરાઉ કાપડથી સ્વીચ બોર્ડને સાફ કરો.
  • ધ્યાન રાખો કે સ્વિચ બોર્ડને કદી છૂટા પાણીએ ન ધોવું
  • બોર્ડ સારી રીતે સુકાઈ જાય પછી જ પાવર બટર ચાલુ કરો.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)