રમેશ : ડોક્ટર સાહેબ,
મારી પત્નીને મચ્છરિયા થઈ ગયો છે.
ડોક્ટર : મચ્છરિયા નહીં,
મેલેરિયા કહેવાય.
રમેશ : ના ના સાહેબ, એ ઊંઘમાંય
મચ્છરની જેમ ગણગણાટ કરતી રહે છે.
😅😝😂😜🤣🤪
દર્દી : ડોક્ટર, તમને ખાતરી છેને કે
મને મેલેરિયા જ થયો છે?
ડોક્ટર : તમે આવું કેમ પૂછો છો?
દર્દી : હકીકતમાં, મેં છાપામાં વાંચ્યું હતું કે,
ડોકટરો એક ભાઈના મેલેરિયાની સારવાર કરતા હતા.
પણ આખરે તેનું મૃત્યુ થયું
ત્યારે જાણવા મળ્યું કે તેને ટાઈફોઈડ હતો.
ડોક્ટર : તમે ચિંતા કરશો નહીં.
અમારી હોસ્પિટલમાં આવું ક્યારેય નહીં બને.
જો અમે કોઈની મેલેરિયાની સારવાર કરીએ છીએ,
તો તે મેલેરિયાથી જ મૃત્યુ પામે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)