પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ગુસ્સો આવ્યો ! Babar Azam નું સમર્થન કરતાં આ ખેલાડીને જારી કરી નોટિસ

થોડા સમય પહેલા જ બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમની કપ્તાની છોડી હતી. હવે ઈંગ્લેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટમાં તેમને પાકિસ્તાન ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ મામલે પાકિસ્તાનના બેટ્સમેન ફખર જમાને બાબર આઝમનું સમર્થન કરતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેમને નોટિસ જારી કરી હતી.

ફખર જમાને વિરાટ કોહલીનું ઉદાહરણ આપ્યું

ફખર જમાને બાબર આઝમને ટીમમાંથી બહાર કરવા પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે બાબર આઝમને બહાર કરવાની વાત સાંભળી. વિરાટ કોહલી 2020 થી 2023 સુધી તેના ખરાબ ફોર્મમાં હતા, છતાં પણ તેમને ભારતે ટીમની બહાર કર્યા નથી. જો આપણે આપણા મુખ્ય ખેલાડી કે જેને શાનદાર બોલર કહેવામાં આવે છે તેને જ ટીમની બહાર કરી દઈશું તો આ નેગેટિવ મેસેજ જશે. આપણે મુખ્ય ખેલાડીઓને સુરક્ષિત રાખવા જોઈએ, તેમને હતાશ ન કરવા જોઈએ.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કેમ આવ્યો ગુસ્સો

ફખરે સોશિયલ મીડિયામાં આ પોસ્ટ કર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેની આલોચના સહન ન કરી શક્યું અને ખેલાડીને કારણ જણાવો નોટિસ જાહેર કરી છે. બોર્ડના જણાવ્યા અનુસાર આ ખેલાડીઓની આચારસંહિતાનું ઉલ્લંધન છે. બોર્ડે કહ્યું કે ખેલાડીએ આ પોલિસીની ટીકા કરીને નિયમોનો ભંગ કર્યો છે.