પ્રિયંકા ચોપડા ગઈ કાલે તેના પ્રોડક્શનમાં બનેલી મરાઠી ફિલ્મ ‘પાણી’ના પ્રમોશન માટે મુંબઈ આવી હતી. તેણે લાઇટ કલરનો લૂઝ પાયજામો અને ક્રૉપ ટૉપ પહેર્યું હતું. સાથે મૅચિંગમાં એ જ રંગની કૅપ પણ પહેરી હતી. તેણે બ્લૅક ગૉગલ્સ પહેર્યાં હતાં અને વાળ પણ ખુલ્લા રાખ્યા હતા. પ્રિયંકા ઍરપોર્ટમાંથી બહાર નીકળી ત્યારે તેના ચાહકો અને ફોટોગ્રાફરો તેના ફોટો ક્લિક કરવામાં વ્યસ્ત હતા, તેણે તેમની સામે વેવ કર્યું હતું અને તમામને હાથ જોડીને નમસ્તે કહ્યું હતું.
ચેક રિપબ્લિકના પ્રાગમાં એક કાર્યક્રમમાં પ્રિયંકાના પતિ નિક પર કોઈએ લેસર લાઇટ નાખી એને પગલે તે ડરીને સ્ટેજ પરથી ભાગી ગયો હતો, તેને લાગ્યું હતું કે તેના પર અટૅક થવાનો છે. જોકે પછી લેસર લાઇટ નાખનારી વ્યક્તિને દૂર કરવામાં આવી હતી. આ ઘટનાના સમાચાર વચ્ચે પ્રિયંકા ભારત આવી છે એટલે તેને ફોટોગ્રાફરોએ પૂછ્યું હતું કે નિકજીજુ સલામત છેને?