જુહી ચાવલા છે બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રી, જાણો કેટલી સંપત્તિ છે ?

જ્યારે પણ આપણે બોલિવૂડની સૌથી અમીર એકટ્રેસની વાત કરીએ તો આપણા મનમાં દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટનું નામ આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ યાદીમાં સૌથી પહેલા બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાનું (Juhi Chawla) નામ આવે છે.

જુહી ચાવલા પાસે આટલા કરોડની સંપત્તિ

જુહી ચાવલા પહેલા ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રી હતી.

જ્યારે જુહી ચાવલા પરિવાર સહિત 4600 કરોડની કમાણી સાથે આ લિસ્ટમાં સૌથી પ્રથમ છે. અમિતાભ બચ્ચન અને ઋતિક રોશનને પણ પાછળ છોડી દીધા છે. દેશના સૌથી અમીર બોલિવૂડની લિસ્ટમાં તે બીજા નંબરે આવે છે. પ્રથમ નંબર પર શાહરુખ ખાન છે. આ સાથે જ તે આઈપીએલ ક્રિકેટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની શાહરુખ ખાન સાથે પાર્ટનર છે.

જુહી ચાવલા તેના પતિ જય મહેતા અને બે બાળકો સાતે મુંબઈના માલાબાર હિલ્સ વિસ્તારમાં સ્થિત એક આલિશાન ઘરમાં રહે છે. જુહી ચાવલા એક ફિલ્મ માટે એક કરોડ રુપિયા ફી લે છે. આ સિવાય તે એડ શૂટમાંથી પણ કમાણી કરે છે. જુહી ચાવલા પાસે મોંઘી કારનું ક્લેક્શન છે. જેમાં 1.11 કરોડ રુપિયાની કિંમતની જેગુઆર એક્સ જે એલ અને લગભગ 78 લાખ રુપિયાની ઓડી ક્યુ 7 સામેલ છે.

જુહીના પતિ છે ગુજરાતી બિઝનેસમેન

જુહી ચાવલાના પતિ જય મહેતા એક પ્રતિષ્ટિત ગુજરાતી બિઝનેસમેન છે. તેઓ મહેતા ગ્રુપના પ્રમુખ છે. તેઓ સમુહ ડાયમંડ, રિયલ એસ્ટેટ, મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ જેવા વિભિન્ન ક્ષેત્રોમાં સક્રિય છે. મહેતા ગ્રુપ એક બહુરાષ્ટ્રીય કંપની છે. જે સિમેન્ટ, પેકેજિંગ, ચીની, બાગબાની અને એન્જીનિયરિંગ જેવા ક્ષેત્રોમાં કાર્ય કરે છે. જય મહેતાની કુલ સંપત્તિ 1 હજારથી લઈને 2400 કરોડ રુપિયા છે.