NCP નેતા અને પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલિવૂડ એક્ટર સલમાન ખાનની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. હકીકતમાં, એ જ ગેંગ તેને બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે તે જ કેટલાક સમયથી સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહી છે. આવી સ્થિતિમાં, સલમાનના ફેન્સ નારાજ છે અને તેઓ સોશિયલ મીડિયા પર સલમાનના બોડીગાર્ડ શેરાનો એક જૂનો વીડિયો ફરીથી શેર કરી રહ્યા છે.
બોડીગાર્ડ શેરાનો વીડિયો વાયરલ
શેરા છેલ્લા 25 વર્ષથી સલમાન સાથે છે. આવી સ્થિતિમાં ગયા વર્ષે ન્યૂઝ એજન્સી ANIએ શેરાને સલમાનની સુરક્ષા સાથે જોડાયેલા સવાલ પૂછ્યા હતા. શેરાએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સલમાન ખાનનો જીવ જોખમમાં છે, જે સ્ટાર્સનો જીવ જોખમમાં છે તેમના માટે ભીડમાં જવું મુશ્કેલ બની જાય છે. જ્યારે તમે આટલા મોટા સ્ટારની સુરક્ષાનું ધ્યાન રાખો છો તો તમારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો પડશે. અમારી સામે સૌથી મોટો પડકાર ભાઈના ચાહકોને સંભાળવાનો છે. જ્યારે ભાઈ ભીડવાળી જગ્યાએ જાય છે, ત્યારે અમારું કામ સલમાનભાઈની સુરક્ષા કરવાનું છે અને સ્થાનિક સુરક્ષા કર્મચારીઓ ભીડને સંભાળે છે.
શેરા અને સલમાનની મુલાકાત આ રીતે થઈ હતી
ઝૂમ ટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં શેરાએ કહ્યું હતું કે, સોહેલ ખાને તેનો અને ભાઈજાનનો પરિચય કરાવ્યો હતો. શેરાએ કહ્યું હતું કે, સોહેલ ભાઈએ એક સ્ટેજ શો દરમિયાન સલમાન ભાઈ સાથે મારો પરિચય કરાવ્યો હતો. સુરક્ષાને લગતી સમસ્યા હતી અને સોહેલ ભાઈ જાણતા હતા કે હું થોડો કડક વ્યક્તિ છું. તેથી તેણે કહ્યું તે તમે સલમાન ભાઈ સાથે કેમ નથી રહેતા? બસ ત્યારથી સમયની સાથે સલમાન સાથે સારા સંબંધો બની ગયા અને આજે પણ એજ છે. અમારી જોડી બેમિસાલ છે, હું સરદાર છું તે પઠાણ છે અને અમે અજેય છીએ. હું હંમેશા ભાઇને કહું છું કે, ‘જ્યાં સુધી હું છું ત્યાં સુધી હું તમારી સેવા કરીશ.’